ઝઘડિયા જી આઈ ડી સી માં આશાસ્પદ જી ઈ બી ના કર્મચારીનું મોત
જી ઈ બી કર્મચારીઓમાં શોક ની લાગણી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જી આઈ ડી સી વિસ્તારમાં કરુણ બનાવ બન્યો હતો જેના પગલે જી ઈ બી તંત્ર માં શોકની લાગણી ફેલાઈ ગઈછે આ બનાવની વિગતો જોતા જી ઈ બી ના યુવાન કર્મચારી જીતેન્દ્ર મહેન્દ્ર ગામીત ઉ વ ૨૬ ડી સી એમ કમ્પની પાસે વીજ થાંભલા પર વીજ અંગેનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક કરન્ટ લાગતા જીતેન્દ્ર ગામીત વીજ થાંભલા સાથે ચોંટી ગયા હતા અને તેમનું કરુણ મોત નીપજ્યું હતું આબનાવ અંગે હજી ઝઘડિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ રહી છે

LEAVE A REPLY