પાલેજ ના આબલી સ્ટેન્ડ નજીક ત્રણ જેટલી દુકાનો માં તસ્કરોએ ત્રાટકી હજારોની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો..જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થવા પામી હતી…!!!

(હારૂન પટેલ)બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના પાલેજ ખાતે આવેલ આમલી સ્ટેન્ડ નજીક ગત રાત્રીના સમયે બે જેટલી મોબાઈલ શોપ તેમજ એક પાન ના ગલ્લા માં તસ્કરો ત્રાટકી હજારો ના મત્તા ઉપર હાથફેરો કર્યો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે…………
સમગ્ર ચોરી ની ઘટના અંગેની જાણ પાલેજ પોલીસ મથકે કરવામાં આવતા પાલેજ પોલીસ ના કાફલાએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ સીસીટીવી માં કેદ થયેલા દ્રશ્યો ને લઇ સમગ્ર મામલા અંગે ની વધુ તપાસ હાથધરી મામલા અંગે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથધરી હતી…..જોકે આ લખાય છે ત્યા સુધી કેટલા ની મત્તા ઉપર હાથફેરો આ ત્રણેવ દુકાનો માં થયો હશે તે જાણી શકાયું નથી ..!!!!

LEAVE A REPLY