:-આજે  ૯ મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસઃ હોય ભરૂચ શહેર ના બંબાખાના વિસ્તારમાં આવેલ ઈદ ગાહ મેદાન ખાતે થી ભવ્ય બાઇક રેલી આદિવાસી સમાજ દ્વારા કાઢવામાં આવી હતી..જે રેલી મહંમદ પુરા સર્કલ થઇ એમ જી રોડ .પાંચબત્તી.શાલીમાર રોડ રૂટ ઉપર ફરી ભરૂચ ના રેલવે સ્ટેશન ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે સમાપ્ત થઇ હતી…
આદિવાસી સમાજ દ્વારા નીકળેલી ભવ્ય બાઇક રેલી એ શહેર ના માર્ગો ઉપર ભવ્ય આકર્ષણ ઉભું કર્યું હતું સાથે જ સ્ટેશન ખાતે ઢોલ નગારા સાથે ભવ્ય આદિવાસી લોક નૃત્ય ઉપર કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા..અને ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કરી રેલી નું સમાપન કર્યું હતું..તેમજ આદિવાસી સમાજ ના આગેવાનો દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આગામી સમય માં વિશ્વ આદિવાસી દિવસઃ નિમિત્તે જાહેર રજા સરકાર દ્વારા આપવામાં આવવી જોઈએ તેમજ સમાજ ના ઉત્થાન માટે ના સંદેશાઓ સાથે આ રેલી યોજવામાં આવી હતી….

LEAVE A REPLY