:-ભરૂચ શહેર માં ટ્રાફિક ની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે..શહેર ના મુખ્ય માર્ગો ઉપર બિન્દાશ અંદાજ માં અડિગો જમાવી લારી ગલ્લા ધારકો દબાણ કરતા હોય છે..શહેર ના કેટલાય મુખ્ય માર્ગો ઉપર તો જાણે કે ફ્રુટ બજાર ની પરમિશન આપી હોય તેમ લારી ધારકો દબાણ કરી ટ્રાફિક ને અડચણરૂપ ઉભા નજરે પડતા હોય છે……
મોડેમોડે આજ રોજ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ નો કાફલો ટ્રાફિક મામલે ગંભીર બન્યો હતો.જાગ્યા ત્યાર થી સવાર જેવી નીતિની શરૂઆત કરી હતી જેમાં શહેર ના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક ને અડચણ રૂપ બેખોફ અને બિન્દાસ અંદાજ માં ઉભા રહેતા લારી ધારકો ઉપર સપાટો બોલાવી લારીઓને એ ડિવિઝન પોલીસ મથકે લઇ જઇ ડિટેન કરી દંડ કરતા દબાણ કરતા લારી ગલ્લા ધારકો માં ફફડાટ ની લાગણી સાથે ભાગ દોડ મચી હતી……..

LEAVE A REPLY