Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ શહેર ના આલી ઢાળ વિસ્તાર ના મુખ્ય માર્ગ ઉપર ઉભેલી રીક્ષા માંથી વિકૃત હાલત એક ઈશમ નો મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો હતો..હત્યા કે અન્ય કોઈ કારણ લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બન્યો..!!!

Share

ભરૂચ શહેર ના આલી ઢાળ વિસ્તાર ના મુખ્ય માર્ગ ઉપર ઉભેલી રીક્ષા માંથી વિકૃત હાલત એક ઈશમ નો મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો હતો..હત્યા કે અન્ય કોઈ કારણ લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બન્યો..!!!

(હારૂન પટેલ) બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના આલી ઢાળ વિસ્તાર નજીક આવેલા ગળનારા પાસે મુખ્ય માર્ગ ને અડીને પાર્ક કરવામાં આવેલ રીક્ષા નંબર જી જે ૧૬ વાય ૧૫૯૧ માંથી દુર્ગંધ મારતી હાલત માં એક ઈશમ ની લાશ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…..
હાલ આ ઈશમ કોણ છે અને કંઈ રીતના તેનું મોત નીપજ્યું છે તે અંગે ની વધુ વિગતો પી એમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ બહાર આવે તેમ છે….પરંતુ સાંજ ના સમયે ભરચક વિસ્તાર માંથી લાશ મળતા લોકો માં ચકચાર મચ્યો હતો અને આ ઈશમ ની હત્યા કે અન્ય કોઈ કારણોસર મોત નીપજ્યું છે તે પ્રકાર ની ચર્ચાઓ લાશ મળ્યા બાદ થી ટોક ઓફ ધી ટાઉન બનવા પામી હતી…………
ઘટના અંગે ની જાણ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ લાશ નો કબ્જો મેળવી લાશ ને પી એમ કાર્યવાહી અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી તેમજ ઘટના સ્થળે ભેગા થયેલા લોક ટોળાઓને હતાડી ટ્રાફિક જામ ની સ્થીતી ને ખુલ્લી કરી હતી……….
અત્રે ઉલ્લેખનીય છે કે લોક ચર્ચા મુજબ આ રીક્ષા છેલ્લા ત્રણ દિવસઃ થી મુખ્ય માર્ગ ને અડી ને ચાદર ઓઢાવીને પાર્ક કરવામાં આવી હતી …અને મૃતક ની લાશ પણ છેલ્લા ડી કમ્પોઝ હાલત હોય લાશ અંગે અનેક તર્કવિતર્ક હાલ સર્જવવા પામ્યા છે…જોકે આ અજાણ્યો ઈસમ કોણ છે અને રીક્ષા માં કંઈ રીતના આવ્યો તેમજ તેનું મોત ક્યાં કારણોસર થયું છે તે ચોક્કસ બાબત હાલ તો પોલીસ તપાસ બાદ જ સામે આવી શકે તેમ છે અને લાશ ના રહસ્ય ઉપર થી પરદા ઉઠી શકે તેમ છે…..!!!!!!!!
Advertisement

Share

Related posts

એક્સપ્રેસ વે ની કામગીરી બની ખેડૂતો માટે મુશ્કેલી સમાન, આમોદના દોરા ગામ ખાતે જળ ભરાવાથી ખેતીને નુકશાન

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચનો સામાન ભરેલ ટ્રકની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

ભરૂચનાં મહેગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!