ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરોની સ્મૃતિમાં 30મી જાન્યુઆરીનાં ગાંધી નિર્વાણ દિને સવારે 11 વાગ્યે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યુ હતુ.
ભરૂચ શહેરનાં પાંચબત્તી વિસ્તાર સહિત વિવિધ સ્થળો પર વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવીને વીર શહીદોને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

બે મિનિટ ના મૌનનો સમય પૂરો થયા બાદ સાયરન વાગતા વાહન વ્યવહાર સહિતની કામગીરી પુનઃ શરુ થઇ હતી. આ ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓ ,શૈક્ષણિક સંસ્થા ઓ માં પણ મૌન પાળી શ્રધ્ધાન જલી અર્પણ કરવામાં આવી હતી. ભરુચ ના સેવાશ્રમ હોસ્પિટલ સંકુલ માં પ્રસ્થાપિત ગાંધીજી ની પ્રતિમા ને કોંગી અગ્રણી અને સેવાશ્રમ ના ટ્રષ્ટિ કિરણભાઈ ઠાકોર, યુવા કોંગ્રેસ ના સમશાદઅલી સૈયદ. , હેમેન્દ્ર કોઠીવાલા, નિકુલ મિસ્ત્રી સહિત અન્ય અગેવાનો અને કાર્યકરો એ શ્રદ્ધાસુમન અર્પણ કરી તેવોના દર્શાવેલ માર્ગે ચાલી તેમના આદર્શો નું પાલન કરવા ના સંકલ્પ લીધા હતા.