Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ

Share

સહાયક પ્રાદેશિક વાહનવ્‍યવહાર કચેરી – ભરૂચ ધ્‍વારા મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ કરવામાં આવેલ છે. અત્રેની કચેરીમાં LMV CAR (એલ.એમ.વી કાર પ્રાઇવેટ વાહનો માટે) ના તમામ વાહન નંબર માટેની GJ-16-CH નંબરની સીરીઝની AUCTION માટે શરૂ કરવામાં આવેલ છે તો ઇચ્‍છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્‍ટ્રેશન કરાવી ઓનલાઇન http:/parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરી AUCTION માં ભાગ લઇ શકે તે હેતુસર જાહરે જનતાના હિતમાં ઓકશનની મુદત વધારવામાં આવેલ છે. જેની સુચનાઓ આ મુજબ છે. (૧) તા.૧૫/૦૩/૨૦૧૮ થી તા.૧૯/૦૩/૨૦૧૮ નાં રોજ બપોરે ૦૨:૦૦ વાગ્‍યા સુધી AUCTION માટેના ફોર્મ રજીસ્‍ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્‍લીકેશન કરવાની રહેશે. (૨) તા.૧૯/૦૩/૨૦૧૮ ના રોજ બે કલાક પછીથી તા.૨૩/૦૩/૨૦૧૮ ના રોજ બપોરે ૦૨:૦૦ વાગ્‍યા સુધી AUCTION માટેનું Bidding Open રહેશે. (૩) તા.૨૬/૦૩/૨૦૧૮ ના રોજ ફોર્મ જમા કરાવવાના રહેશે. (૪) જે અરજદારોના ઇ-ફોર્મ, CNA ફોર્મ, વાહન ખરીદવાના સાત દિવસની અંદર ONLINE SUBMIT કરવાનું રહેશે જો ફોર્મ અત્રેની કચેરીએ રજૂ કરેલ નહી હોય તો તેઓનો પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહી. વધુ માહિતી માટે http:/youtube/Q3a9k/Q13kc પર સંપર્ક કરી શકશે. વાહન ખરીદવાના સાત દિવસની અંદર ઓનલાઇન સી.એન.એ ફોર્મ અપલોડ કરવાનું રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીઅ થી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ગોલ્‍ડન અને સિલ્‍વર માટે ભાગ લેવા અરજી કરી શકશે. ગોલ્‍ડન અને સિલ્‍વર સિવાયના નંબરો માટે ૩૦-દિવસની અંરદના અરજદારોએ હરાજી કરી શકાશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી ભરૂચે જણાવ્‍યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ મહંમદ પુરા વિસ્તારમાં ઉભેલા ટેમ્પામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી-કોઈ જાનહની નહિ…

ProudOfGujarat

અંકલેશ્વર : ભડકોદ્રા ગામે અજાણ્યા યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું.

ProudOfGujarat

આજે અખાત્રીજનાં દિવસે ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર : નર્મદા ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું.

ProudOfGujarat
error: Content is protected !!