ભરૂચ પોલીસ અધિક્ષક દ્વારા મિલકત સંબંધી ગુન્હા શોધવા ની સુચના પ્રમાણે એલસીબી પીઆઇ તરડેની ટિમ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે બાતમી મળી હતી કે ભરૂચ શહેરમાં આવેલ જનતા માર્કેટ-2 ખાતે આમોદના કોલવણા ગામે રહેતા હારૂન હનીફ ચોકીવાલાને પંચો સમક્ષ પૂછતાં જણાવ્યું કે સેલ સેન્ટર મોબાઈલની દુકાન તેનીજ છે અને તે જાતેજ ચલાવે છે .

જેથી એલસીબી સ્ટાફે દુકાનની તલાશી લેતા તેમાં થી જુદી જુદી બ્રાન્ડના ૧૯ નંગ મોબાઈલ મળી આવ્યા હતા જે બાબતે મોબાઈલના બિલ વિગેરેની પૂછપરછ કરતા અંતોષકારક જવાબ અને મોબાઈલના બિલ રજૂ ન કરતા એલસીબી ના પો. ચવ્હાણ અને ઇસરાની એ સદર મોબાઈલ ચોરીના કે અન્ય રીતે છેતરપિંડીથી મેંળવેલ હોવાની શંકાના આધારે કુલ ૧૯ નંગ મોબાઈલ જેની અંદાજીત કિંમત ૭,૪૯,૦૦૦/-આંકી સીઆરપીસી ની કલમ ૧૦૨ મુજબ કથિત મોબાઈલ રાખનાર હારૂન ચોકીવાલા ની અટકાયત કરી મુદ્દામાલ ૪૧(૧) ડી મુજબ કબ્જે લઈ એ.ડીવી.પો સ્ટે. માં એન્ટ્રી કરાવી હતી.સાથે જ મામલા અંગે ની વધુ તપાસ હાથ ધરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી…..