::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ શનિવાર ના રોજ બપોર ના સમયે ભરૂચ ના દશાન ગામ પાસે આવેલ આસો તળાવ પાસે ની દરગાહ માં સુરત ખાતે રહેતા નગિન ભાઈ મયુર ભાઈ સોલંકી તેઓ ના ધર્મ પત્ની શુસિલા બેન નગીન ભાઈ સોલંકી તેમજ તેઓ ના બે બાળકો સુજલ અને સાહિલ સાથે દરગાહ માં દર્શન કરવા માટે ગયા હતા………..
દરગાહ માં પ્રવેશતા ની સાથેજ મધ માખી ના ઝુંડે સોલંકી પરીવાર ના ચારેય સભ્યો ઉપર હુમલો કરતા એક સમયે માટે તેઓ માં નાશભાગ મચી હતી..અને હેબતાઇ ગયેલા પરીવાર ના સભ્યો એ મધ માખી ના હુમલા નો ભોગ બનતા ઘટના સ્થળ પર થી દૂર ખસી જઇ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી….જ્યાં ૧૦૮ ના સ્ટાફે પહોંચી જઇ તમામ ને સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા………..
જાણવા મળ્યા મુજબ સોલંકી પરીવાર સુરત થી ભરૂચ ખાતે મનાર ગામ ખાતે આવેલા હતા અને પરત સુરત ફરતી વખતે દરગાહ માં દર્શન કરવા જતા આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું……..

LEAVE A REPLY