વિદ્યાર્થીના જીવનની મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષા સોમવારથી શરૂ થઇ ગઈ છે. જેમાં ભરૂચ જિલ્લામાં ધોરણ 10માં કુલ 26,342 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 3,746 અને સામાન્ય પ્રવાહમાં 7,493 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જયારે નર્મદા જિલ્લામાં ધો. 10માં કુલ 11,414 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 858 અને સામાન્ય પ્રવાહમાં 4,123 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે….

પરીક્ષાને લઇને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે કોઇ પરેશાની ન ઉભી થાય તે માટે વીજ કંપની, એસટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગની મદદથી તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.

બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની મુંઝવણ કે પરીક્ષાને લગતી સમસ્યા હોય તો તેના નિરાકરણ માટે ભરૂચ પરીક્ષા ના એક દિવસઃ અગાઉ થી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ કાઉન્સિલીંગ માટેનો કંન્ટ્રોલ રૂમ ઉભો કરાયો છે. જેમાં વિદ્યાર્થીઓ 02642-240424 નંબર પર કંન્ટ્રોલ રૂમ પર સંપર્ક કરી શકશે તેમ શિક્ષણ વિભાગ તરફ થી જાણવા મળ્યું હતું ……..

હાલ શાંતીપૂણ માહોલ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમરા ની બાઝ નજર હેઠળ ધો.૧૦ અને ધો.૧૨ ના વિદ્યાર્થી ઓ પરીક્ષા આપતા નજરે પડ્યા હતા.તો બીજી તરફ સવાર થી છાત્રો ના વાલીઓ અને છાત્રો નો ધસારો વિવિધ શાળા ના કેદ્ર ઉપર જોવા મળ્યા હતા…અને ઉત્સાહ પૂર્વક વિદ્યાર્થી ઓ તેઓ ના વર્ગ ખંડ ખાતે પરીક્ષા આપતા નજરે પડ્યા હતા ..
એસટીના સમયમાં બદલાવ કર્યો 

ભરૂચ ST વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી ભરૂચ-નર્મદા જિલ્લામાં 70થી વધુ નવી બસોના રૂટ શરૂ કરવામાં આવ્યાં છે. ઉપરાંત વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોંચે તે માટે બસોના સમય 15 – 20 મીનીટ વહેલાં કરવામાં આવ્યાં છે. ઉપરાંત ડ્રાઇવર – કંન્ડક્ટરોની પણ અગત્યના કારણો સિવાય રજાઓ રદ કરવામાં આવી છે.

LEAVE A REPLY