રોકડને અભાવે ગ્રાહકોને ભારે હાલાકી

બેંકો ના અઘિકારિઓ એટીએમ સેન્ટરો થી ઊદાસીન કેમ તેવા ગ્રાહકો ના સવાલો

વાલિયા ગામના વિવિધ બેંકોના એટીએમ સેન્ટરોમાં રૂપિયાના અભાવે શોભાના ગાઠિયા સમાન બન્યા છે.

વાલિયા ગામમા વિવિધ રાષટરીય બેંકો કાર્યરત છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી બેંકોના અઘિકારિઓ ની ઊદાસીન નિતીને પગલે બેંકોના એટીએમ સેન્ટરો મૂંગા મંતર થઇ ગયા છે. ગ્રાહકો બેંકો ના વિવિધ એટિએમ સેન્ટરો ખાતે કેશ ઉપાડવા દોડાદોડી કરિ રહ્યા છે.

ત્યારે કેન્દ્ર સરકાર ની કેશલેસ સીસ્ટમ સફળ થશે જો બેંકોના એટીએમ સેન્ટર જ રોકડના અભાવે ધુળ ખાઈ રહયા હોય તો ગ્રાહકોને ઉત્તમ સેવા પૂરી પાડવાની ખાતરી આપનારી બેંકો જ છે ગ્રાહકોને સંતોષી આપવામાં સાચવવામાં પોકળ સાબિત થઈ રહ્યા છે.

તો બીજીતરફ બેંકોના અધિકારીઓ એટીએમ સેન્ટરમાં કેશ નાખવામાં કેમ ઉદાસીનતા બતાવી રહ્યા છે તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે બાલાગામમાં આજુબાજુના ગામના ખેડુતો અને નાનિ મોટી દુકાનદારો તેમજ એસ. આર. પી ગ્રૂપ રુપનગર ના જવાનો પણ ખરીદી અને અન્ય કાર્યો અર્થે આવતા હોય છે ત્યારે તેઓ એટીએમ સેન્ટરમાં કેશ ઉપાડવા જતા જ નો કેશ અથવા કેશ નો અભાવ છે એવું જણાવે છે. ત્યારે ગ્રાહકોમાં બેંકો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રાહકોને પડી રહેલ અગવડતાનો નિરાકરણ બેંકો લાવે તે અત્યંત જરૂરી છે.

LEAVE A REPLY