વિકાસ…વિકાસની ગુલબાંગો હાંકતા ગુજરાતમાં ૧૦ વર્ષ થી રોજગારી ઝંખતા વિકલાંગ ભુદેવ પરિવાર તંત્ર ના પાપે ફૂટબોલ ની રમત જેમ રમી રહ્યો છે અને ભીખ માંગવા માટે આજે મજુબર બન્યો છે.. શું વિકલાંગ હોવો ગુનો છે તે ભરૂચ જીલ્લા ના જોષી પરીવાર ના સભ્યોની વાસ્તવિકતા ઉપર થી જણાઈ આવે છે…

 

સ્વર્ણિમ ગુજરાત. નંબર ૧ ગુજરાત. વિકાસીલ ગુજરાતની કાગારોળ અને મોસાવડાઓ વચ્ચે ભરૂચ જીલ્લા ના નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામના વિકલાંગ દંપતી સરકાર અને વહીવટી તંત્ર ના ધરમધક્કા અને ઉપેક્ષાથી કંટાળી જઇ ભીખ માંગવા  મજબુર બન્યો છે…..

 

મહાત્મા ગાંધીનું ગુજરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત.દેશ ભરમાં પ્રચલિત વિકાસનું મોડલ ગુજરાત શું ખરેખર નંબર ૧ કહેવા લાયક છે ખરુ..??વહીવટી તંત્ર અને સરકારમાં બેઠેલા રાજા-મહારાજાઓ દ્વારા સામાન્ય માણસોની ઉપેક્ષાની ફરીયાદો વારંવાર ઉઠે છે ..જોકે વિકલાંગ નિઃસહાય લોકો ની ઉપેક્ષા અને રંઝાડવાની નીતિ ખરેખર નિદનીય છે ..નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામે રહેતા નરેશ ભાઈ ગિરધર ભાઈ જોષી અને તેમની પત્ની સંગીતાબેન શારીરિક રૂપે વિકલાંગ દંપતી છે .જેમને ખુશી નામ ની એક બાળકી છે……

 

વિકલાંગ પરંતુ સ્વમાની એવા નરેશ અને સંગીતા અસક્ષમ હોવા છતાં છેલ્લા ૧૦ વર્ષ થી નોકરી શોધવા રીતસર ગાંધીનગર સચિવાલય થી માંડી સમાજ કલ્યાણ વિભાગ અને કંપનીઓમાં ફાંફા મારી રહ્યા છે.જીલ્લા રોજગાર કચેરીના અસંખ્ય રોજગારી મેળાઓમાં ભાડા ખર્ચી નાસીપાસ થઇ ગયેલા આ વિકલાંગ દંપતી ને તંત્ર એ નરેગા યોજનાનું જોબકાર્ડ તો આપ્યું પણ કામ આજદિન સુધી મળ્યું નથી…બાજપાઈ બેંકેબલ યોજનાનું ફ્રૉમ ભર્યું પણ પરિણામ શૂન્ય.કુંવરબાઇ મામેરૂ યોજનાનું ફ્રોમ જમા કરાવ્યું પણ તંત્રએ રાતીપાઈ ચૂકવી નથી. બીપીએલ કાર્ડ  બન્યું પણ બીપીએલ નંબર આજ સુધી ન મળ્યો  સંત સુરદાસ (આઈ જી એન ડી પી એસ) યોજનાનું ફ્રોમ મળ્યું પરન્તુ પેન્શન આજ દિન સુધી મળ્યું નથી .નેત્રંગ માં સ્થાનિક બ્રિટેનિયા સહીત અનેક કંપનીઓમાં કામની શોધ માં ભટકી ચૂકેલા આ વિકલાંગ દંપતી ને કોઈ કંપનીએ કામ આપ્યું નથી……..

 

ઉલ્લેખનીય છે કે સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા સોસાયટી ફોર ધી ટ્રેનિંગ વોકેશન રિહેબિલિટેશન ઓફ ધી ડિસેબલ્ડ માં ટ્રેનિંગ માટે જણાવ્યું જોકે વડોદરાના આ વિકલાંગ દંપતીને ઉંમર થઇ ગઈ હોવાનું સ્પષ્ટ કહી ટ્રેનિંગ આપવા ઇન્કાર કરી દેવાયો હતો…..મામલતદાર.સમાજ કલ્યાણ વિભાગ સિવિલ હોસ્પિટલ.જીલ્લા કલેકટર અને ગાંધીનગર સચિવાલય સતત  ઉપેક્ષા અને તંત્રના અધિકારીઓ બેહુદા વર્તનથી કંટાળી ગયેલા નરેશ જોષી અને સંગીતા એ રડમસ અવાજે પોતાની આપવીતી સંભળાવતા જણાવ્યું હતું………..

LEAVE A REPLY