બ્રિટન ના રાજકારણ માં મૂળ ભરૂચીઓ છવાયા -જીલ્લા ની ૫ હસ્તીઓએ બ્રિટનમાં રાજકીય ક્ષેત્રે ડંકો વગાડયો ……

ભરૂચ શહેર તથા જિલ્લામાંથી અનેક પરિવારો બ્રિટનમાં સ્થાયી થયાં છે અને તેઓ ત્યાં વિવિધ ક્ષેત્રોમાં ડંકો વગાડી રહયાં છે. લંડન ન્યુહામ કાઉન્સીલની ચૂંટણીમાં બે યુવક અને બે યુવતી વિજેતા બન્યાં છે જયારે અરગામાના રહેવાસી લેન્કેશાયર ચોર્લી કાઉન્ટીમાં ચૂંટણી જીત્યાં છે.

વાગરા તાલુકાના અરગામાં ગામના માજી સરપંચની પૌત્રી હસીનાખાન અબ્દુલ ખાનસાબ જેઓ યૂ.કે. માં ઈન્ડિયા નું ગૌરવ જાળવી રાખી ચોથી વાર લેકેશાયર ચૌર્લી કાઉન્ટીમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઇ આવ્યાં છે. હાલમાં તેઓ લેબર પાર્ટી માં હાલમાં સક્રિય છે . તેઓ ટૂક સમયમાં મેયર પદ મેળવશે. ઇકબાલભાઇ માજી સરપંચ સહિતના પરિવારે તેમને અભિનંદન આપ્યાં છે. ભરૂચ તાલુકાના વડવા ગામના વતની અને લંડનમાં સ્થાયી થયેલાં સઇદ આદમની પુત્રી મરીયમે સૌથી નાની ઉમંરે સૌથી વધારે મત મેળવવાની સિધ્ધિ મેળવી છે.

ન્યુહામ કાઉન્ટીની ચૂંટણીમાં 60 કાઉન્સીલરોમાં તેણે સૌથી વધારે મત મેળવ્યાં છે. તેણે લંડનની કિંગ્સ કોલેજમાંથી પોલીટીકલ ઇકોનોમિકસની ડીગ્રી મેળવી છે. માત્ર 15 વર્ષની ઉમંરે તેઓ લેબર પાર્ટીમાં જોડાયા હતાં. યુનાઇટેડ નેશન્સ તરફથી આયોજીત યુથ લીડર્સની કોન્ફરન્સમાં પણ તેમની પસંદગી થઇ હતી. આ ઉપરાંત મહુધલાના સલીમ પટેલ, ઉમરાજના માઝ પટેલ અને કરમાડના ફીરોઝા નેકીવાલાનો પણ ન્યુહામ કાઉન્ટીની ચૂંટણીમાં વિજય થયો છે. ભરૂચ ખાતે રહેતા તેમના પરિવારમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહયો છે.

 

LEAVE A REPLY