ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આશ્ચર્યજનક કાર્યક્રમ નો આશ્ચર્યજનક રીતે અંતઃ જેટલી-માલ્યા નો વિરોધ કરતા કોંગ્રેસ ના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી… Nભરૂચ ના રેલવે સ્ટેશન ખાતે આવેલ ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આજ રોજ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનો હુંકાર કરવામાં આવ્યો હતો..પરંતુ કાર્યક્રમ ની શરૂઆત થતા કાર્યકરો કરતા વધારે મીડિયા કર્મીઓ અને પોલીસ કર્મીઓ નજરે પડ્યા હતા…
યુવા કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા આપવામાં આવેલ આશ્ચર્યજનક કાર્યક્રમ ની શરૂઆત ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કરી ગોલમાલ અગેઈન લખેલા પોસ્ટર માં નરેન્દ્ર મોદી.અરુણ જેટલી.નીરવ મોદી.અમિત શાહ.નજરે પડ્યા હતા..અને પોસ્ટર લઇ કાર્યકરો એ સુત્રોચાર કર્યા હતા.અને જેટલી ના રાજીનામાં ની માંગ ઉચ્ચારી હતી.સાથે જ બેંક લોન કૌભાંડ ના ભાગેડુઓને સરકાર મદદ કરતી હોવાના આક્ષેપ કરી આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવાની શરૂઆત કરી હતી.જેમાં પૂતરા દહન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..પરંતુ આશ્ચર્યજનક રીતે યુવા કોંગ્રેસ નું પૂતરું ગાયબ થઇ ગયું હતું..

આશ્ચર્યજનક કાર્યક્રમ આપવા આવેલા કાર્યકરો ના કાર્યક્રમ નો ફિયાસ્કો થતો જોતા કાર્યકરોએ વિરોધ ના અવનવા નુસખા અપનાવ્યા હતા. જેમાં કાર્યકરો રસ્તા વચ્ચે ચક્કાજામ કરવા સાથે શર્ટ ઉતારી સુત્રોચાર કરતા નજરે પડ્યા હતા..પરંતુ સમગ્ર કાર્યક્રમ માં યુવા કોંગ્રેસ ના કાર્યકરો આશ્ચર્યજનક શુ કરવાના હતા તે બાબત મીડિયા કર્મીઓ અને પોલીસ કર્મીઓ માં આશ્ચર્ય પામ્યા હતા….

પોલીસે સ્ટેશન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા ૧૦ થી વધુ યુથ કોંગ્રેસ ના કાર્યકરો ની અટકાયત કરી હતી..તેમજ આશ્ચર્યજનક કાર્યક્રમ નો જંગી પોલીસ ફોર્સ વચ્ચે ફિયાસ્કો જોવા મળ્યો હતો..આમ ભરૂચ ખાતે માલ્યા.મોદી.જેટલી.અને શાહ માટે યુવા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન નો આશ્ચર્યજનકરીતે અંતઃ આવ્યો હોવાની ચર્ચા યુવા કોંગ્રેસ ના કાર્યક્રમ બાદ ટોક ઓફ ધી ટાઉન બની હતી….

LEAVE A REPLY