સામાજીક મેસેજ આપતી આગામી ગુજરાતી અર્બન ફિલ્મ”કહેવું કોને.? માં ભરૂચ ની રિયા ચૌહાણ મુખ્ય અભિનેત્રીના પાત્ર માં દેખાશે…!

ટેકનોલોજીના યુગ માં આજ નું જનરેશન ખોવાયેલું નજરે પડે છે..અને એમાં પણ પોતાના અંગત જીવન ની કંઇક એવી પળો દરેક ના જીવન માં સામેલ થતી હોય છે.જે બાબતો પોતાના મનોમન માંજ રહી જતી હોય છે.અને એજ બધી બાબતો ને દર્શાવતી આગામી ગુજરાતી અર્બન ફિલ્મ”કહેવું કોને..? જેમાં રિયલ લાઈફ ના દ્રશ્યો કંઈક રીલ લાઈફ માં લાવી એક સારો એવો પ્રયાસ ફિલ્મ ના પ્રોડયુસર.ડાયરેક્ટર.અને કલાકારો થી ભરપૂર આ ફિલ્મ થકી લોકો વચ્ચે ગણતરી ના દિવસોમાં આવી રહી છે..
ભરૂચ ના કલાકારોથી ભરપૂર આ ફિલ્મ માં મુખ્ય લીડ રોલ ભજવતી ભરૂચ શહેર ના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતી રિયા ચૌહાણ છે.જે ગુજરાતી ફિલ્મ ના પરદા ઉપર પોતાની કલાકારી દર્શાવી ગુજરાતી ફિલ્મ જગત માં પોતાનું આગવું સ્થાન બનાવવા તરફ જઇ રહી છે..જે બાબત કલા ક્ષેત્ર માં ભરૂચ માટે સારી કહી શકાય તેમ છે…
ગુજરાતી અર્બન મુવી. “ કહેવુ કોને ?… “
તા. ૦૫/૧૦/૨૦૧૮ ના રોજ રીલીઝ થઈ રહેલ “ કહેવુ કોને ?… “ મુવી અત્યાર ની જનરેશનને શીખ આપતી મુવી છે. આ મુવી નાના બાળક થી લઈ ઘરડા વ્યક્તિ ના જીવન ઉપર આધારિત અને શીખ આપનાર મુવી છે. .જેમાં ખાસ વાત એ પણ છે કે હીરો નો રોલ ભજવનાર સમીર ચૌધરી. જેમળે પોતે “ કેહવુ કોને ?… “ મુવી ની સ્ટોરી લખી છે.. જેમાં હીરોઈન ની ભુમીકા ભજવનાર રીયા ચૌધરી જે પોતે ભરૂચના છે જેમણે આખી મુવી “ કેહવુ કોને ?… “ નુ શુટીંગ ચાલુ થયું ત્યારથી લઈને મુવી રીલીઝ થશે ત્યાં સુધી માર્કેટિંગ સાસ કઈ રીતે થાય એમાં પર્સનલ ધ્યાન આપી રહ્યા છે….
રીયા ચૌહાણ અત્યાર સુધી ટેલી.ફીલ્મ ના ઘણા બધા આલ્બમમાં કામ કર્યા છે. રીયા ચૌહાણ નુ સપનુ છે કે ભવિષ્યમાં સારા કામ કરી આગળ વધવુ છે. એક સારા સ્ટેજ ઉપર પોંહચી જરૂરીયાત મંદ લોકોને મદદરૂપ થવું છે. આ “ કેહવુ કોને ?… “ મુવી માં ઘણા બધા ભરૂચના આર્ટીસ્ટોને  જીગરભાવ, હાર્દીક સુરતી, મિલનકુમાર, મોલેશ પટેલ, રોકી ફર્નાનડિઝ, વિનોદ વણોદિયા, આશિષ સોલંકી   બ્રેક અપાવીને એમના સપના પૂર્ણ કર્યા છે..આ “ કેહવુ કોને ?… “ મુવાની પ્રોડ્યુસર પાલનપુરના અહમદ.આર.શેરસીયા અને એમ.જી.સર છે. આ મુવીને ન્યાય આપવા માટે દિલ ખોલીને પૈસા ખર્ચ કર્યા છે. અને આ “ કહેવુ કોને ?… “ મુવીના હીરો સમીર ચૌધરી ના જવાબદાર પિતા તરીકે નો રોલ અહમદ.આર.શેરસીયા ( પ્રોડ્યુસર ) એ પોતે રોલ ભજવ્યો છે…
આ “ કેહવુ કોને ?… “ મુવી આખી ફેમીલી ને નીહાળવા લાયક છે. નાના-મોટા દરેક વ્યક્તિને જોવા જેવી છે. આ મુવીના સોંગ અત્યાર સુધીના જનરેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીના સૌથી સારા સોંગ તેરીકેની મુવી “ કેહવુ કોને ?… “ તરીકે પ્રચલીત થશે. તો તારીખ ૦૫/૧૦/૨૦૧૮ શુક્રવાર ના આખા ગુજરાત માં રીલીઝ થનાર “ કેહવુ કોને ? “ ફેમીલી સાથે લોકો નિહાળે તેવી હાલ તો આ કલાકારો અને ફિલ્મ ને લગતા લોકો પ્રયાસોમાં જોતરાયેલા છે.
 

LEAVE A REPLY