કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર જિલ્લાના ગારીયાધાર ગામે ફર્નિચરનો શો – રૂમ ધરાવતા જૈન વણીક વેપારી સાથે એક મહિલા સહિત પાંચ અજાણ્યા શખ્સોએ રૂ.૪૦ લાખની છેતરપિંડી કરી નાશી છુટ્યા નુ જાણવા મળી રહ્યું છે.પોલીસે નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરી તપાસ શરુ કરી.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર ગામે દેવેન્દ્ર ફર્નિચર નામનો શો – રૂમ ધરાવતા અને ગારીયાધાર પાજરાપોળ ના ટ્રસ્ટી જૈન અગ્રણી દેવેન્દ્રભાઈ ને રૂ.૫૦ લાખ બાધા નાણાની સામે રૂ.૪૦ લાખના છુટ્ટા નાણા દેવના બહાને સ્કોર્પિયો અને સ્વીફ્ટ કારમાં આવેલ એક મહિલા સહિત પાંચ શખ્સોએ દેવેન્દ્રભાઈને ધક્કો મારી રૂ.૪૦ લાખ ભરેલો થેલો લઈ નાસી છુટ્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે.
બનાવની જાણ થતા મસમોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને દેવેન્દ્રભાઈ ની પુછપરછ હાથ ઘરી નાકાબંધી સહિતની કાર્યવાહી કરી હતી.હાલ પોલીસે અજાણ્યા શખ્સો કોણ હતા ક્યાથી અને કેવીરીતે દેવેન્દ્રભાઈ સાથે સંપર્ક કર્યો તેવી જીણવટી ભરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY