Proud of Gujarat
GujaratFeaturedINDIA

પ્રદેશના યુવા નેતા મિલન કુવાડીયાને ભાવનગર જિલ્લા જનમિત્ર કોર્ડિંનેટર તરીકે નિમણુંક

Share

કિશન સોલંકી (ભાવનગર)
– રાહુલ ગાંધી પોતે ડ્રિમ પ્રોજેકટ જે આખા દેશમાં પોતાની આગેવાનીમાં જનમિત્ર બનાવવાના છે એ પ્રોજેકટમાં ભાવનગર જિલ્લાના કોર્ડિંનેટર તરીકે ખેડૂત પુત્ર મિલન ની નિમણુંક..ચોમેર ખુશાલી..
– મૂળ સિહોરના અને ખેડૂત પુત્ર મિલન કુવાડીયાની કોંગ્રેસ પક્ષ વતી કામગીરીની પ્રદેશ કક્ષા સુધી નોંધ લેવાઈ છે અને કહી શકાય કે મિલન કુવાડીયા રાષ્ટ્ર અને પ્રદેશ કક્ષાના મોટા ગજાના નેતાઓના નજીકના યુવા નેતા માનવામાં આવે છે ખેડૂત પુત્ર મિલન કુવાડીયા મૂળ સિહોરના રહેવાસી અને કોલેજ કાળથી કોંગ્રેસની અલગ અલગ પાંખો સાથે જોડાયેલા અગાઉ એનએસયુઆઈ યુથ કોંગ્રેસ આઇટી વિભાગ સહિતના ક્ષેત્રે ઉમદા કામગીરી કરી ચુક્યા છે ખેડૂત પુત્ર મિલન કુવાડીયાએ પક્ષ પ્રત્યેની વફાદારી સાથે અગાઉ નોંધનિય કામ કર્યું છે જેની નોંધ અગાઉ પ્રદેશના પ્રત્યેક નેતા લીધી છે અને સિહોર સહિત સમગ્ર જિલ્લામાં યુવાનોમાં સારી એવી લોકચાહના ધરાવે છે અને પોતાના વતન એટલે કે સિહોર શહેરમાં શંખનાદ નામની ન્યુઝ ચેનલના સંચાલક છે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે ત્યારે ખેડૂત પુત્ર મિલન કુવાડીયાની પક્ષ પ્રત્યેની વફાદારીને ધ્યાનમાં લઇને વધુ એક હોદ્દા તરીકેની નિમણુંક કરીને વધુ એક મહત્વની  જવાબદારી સોંપવામાં આવી છે..જે રાહુલ ગાંધીની આગેવાની હેઠળ જે પોતે ટ્રિમ પ્રોજેકટ જનમિત્રો બનાવવાના છે જેમાં મિલન કુવાડીયા નિમણુંક કરવામાં આવી છે ત્યારે આ નિમણુંકથી કાર્યકરો આગેવાનો વડીલો ખાસ કરીને સમગ્ર જિલ્લાના યુવાનોમાં ખુશીની લહેર વ્યાપી છે જ્યારે મિલન કુવાડીયા એ શ્રી ,અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ,વિરેન્દ્રસિંહ વાઘેલા, કનુભાઈ બારૈયા,પ્રવીણભાઈ મારુ,સંજયસિંહ સરવૈયા,પ્રવીણભાઈ રાઠોડ,ભીખુભાઇ વલોતરિયા,લાખાભાઈ રબારી, પ્રવીણભાઈ વાળા,સહિતના  આગેવાનો નો આભાર માન્યો તથા કોંગ્રેસ માં ખભે ખભા મેળવી કામ કરવાની ખાત્રી આપી,ભાવનગર જિલ્લા કોંગ્રેસ,શહેર કોંગ્રેસ યુથ કોંગ્રેસ NSUI મહિલા કોંગ્રેસ આઇ. ટી સેલ,સેવાદળ વગેરે સૌ કોઈ આગેવાનો અને કાર્યકરો આવકારીને અભિનંદન આપી રહ્યા છે..

Advertisement

Share

Related posts

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાદળ (CISF) દ્વારા ઇન્ડકશન સેરેમની યોજાયો હતો.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા દ્વારા સફાઇ કરી નિકાલ કરવામાં આવતા કચરામાં 5 ટનનો ઘટાડો નોંધાયો.

ProudOfGujarat

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તરફથી નવા તવરા તથા નંદેલાવ ગામના આદિવાસી અને ગરીબ કુટુંબોના ભાઈ-બહેનો ને દિવાળી નિમિત્તે ભેટ અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!