મલેશિયાના પેનાંગ શહેર ખાતે યોજાયેલી એશિયા પેસિફિક માસ્ટર્સ ગેમ્સમાં મૂળ ભુજની મહિલાએ ચક્રફેંકમાં રજત ચંદ્રક મેળવવાની સિદ્ધિ મેળવતાં સૌને ગૌરવ અપાવ્યું હતું. મૂળ ભુજની નિર્મળા મહેશ્વરીની મુખ્ય રમત તો ગોળાફેંક હતી જેમાં તેઓ ગોલ્ડ મેળવશે તેવી આશા સેવાતી હતી, પરંતુ રમત દરમ્યાન મેદાન પર જ અચાનક બીમાર થઇ જતાં બેભાન થઇ ગઇ હતી. તેને હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. એ પછી હોસ્પિટલમાંથી છૂટયા બાદ ચક્રફેંકમાં તેણે પોતાનું કૌશલ્ય બતાવતાં એશિયાઇ દેશોમાં બીજા નંબરે આવી હતી. નિર્મળાબેને અત્યાર સુધીમાં 400 જેટલા પદકો મેળવ્યા છે.

LEAVE A REPLY