Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર નગરને ભૂંડોના ત્રાસથી મળશે મુક્તિ.. પાલિકા એ હાથ ધર્યું અભિયાનછોટાઉદેપુર નગરપાલિકા ની “હાથી સરકારે” ચૂંટણી દરમિયાન આપેલ વધુ એક વચન પૂરું કરવાની શરૂઆત કરી દીધી છે

Share

છોટાઉદેપુર નગરને ભૂંડોના ત્રાસથી મળશે મુક્તિ.. પાલિકા એ હાથ ધર્યું અભિયાનછોટાઉદેપુર નગરપાલિકા ની “હાથી સરકારે” ચૂંટણી દરમિયાન આપેલ વધુ એક વચન પૂરું કરવાની શરૂઆત કરી દીધી છે. નગરમાં ભૂંડો ના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. ગત પાલિકાની ચૂંટણી દરમિયાન નગરમાં પાણી, વીજળી, સ્વચ્છતા, વિકાસની સાથે નગરને ભૂંડ મુક્ત બનાવવાનો પણ એક મુખ્ય મુદ્દો હતો. અગાઉના સત્તાધીશો ઉપર નગર ને ભૂંડ ઉછેર કેન્દ્ર બનાવી દેવાના આરોપ પણ લાગ્યા હતા. આ વખતે છોટાઉદેપુરની જનતા એ કોંગ્રેસ-ભાજપ ને નકારી બસપા ઉપર વિશ્વાસ મુક્યો અને નગરની સમસ્યાઓને દૂર કરવાની જવાબદારી બસપા,બિટીપી અને અપક્ષોને સોંપી. તો જનતાના વિશ્વાસ ઉપર અત્યારસુધી હાથી સરકાર ખરી ઉતરી છે.

નગરને ભૂંડોના ત્રાસથી મુક્ત કરાવવા પાલિકાએ નગરમાંથી ડુક્કર પકડી લઈ જવા માટે મધ્યપ્રદેશ ની ટુકડી ને જવાબદારી સોંપી છે, અને આજથી જ ટુકડી એ ભૂંડો પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. તો ભૂંડ પકડતી ટુકડી સાથે પાલિકાના સત્તાધીશો એ પણ ખડે પગ રહી કોઈ અડચણ ના આવે તેની તકેદારી અને કામગીરીનું સતત નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર કલરની દુકાનના ગોડાઉનમાં આગથી મચી નાસભાગ…

ProudOfGujarat

અંકલેશ્વર:નર્મદા ક્લીન ટેકના કર્મચારીઓએ ફરી એક વખત અપનાવ્યો પ્રતિકધરણા/ ભૂખ હડતાળનો માર્ગ…

ProudOfGujarat

ગુજરાતમાં 2 મનપાની 3 બેઠક અને 18 નગરપાલિકાની 29 બેઠકો પર પેટાચૂંટણી જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!