વિજયસિંહ સોલંકી, ગોધરા.

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાતનુ પહેલુ લોટસ ટેમ્પલ આકાર પામી રહ્યુ છે.જે આગામી૨૦૧૯ના વર્ષસુધી કામગીરી પુરી થવાની આશા સેવાઇ રહીછે.ત્યારે પંચમહાલ જિલ્લાનુ ગોધરા એક પ્રવાસન ધામ તરીકે ઉભરી આવે તો નવાઇ નહી. પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે દેશનુ બીજુ તથા ગુજરાતનુ પ્રથમ લોટ્સ ટેમ્પલનું નિર્માણ થઇ રહ્યુ છે. ગોધરા ખાતે પુષ્ટિ સંપ્રદાયના પૂ. દ્વારકેશલાલજીના હસ્તે ખાતમૂહૂર્ત કરવામાં આવ્યુ હતુ. સૌથી મોટા એવા ‘પુષ્ટિધામ’ નું નિર્માણ વર્ષ 2013થી રાતદિવસ અવિરત પણે કામ ચાલી રહ્યુ છે. પુષ્ટિધામમાં કૃત્રિમ તળાવની મધ્યમાં કમળ આકારનું બે માળનું સંકુલ ઊભું કરાશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શ્રીનાથજી પ્રભુને મંદિરમાં બિરાજમાન કરી તેમની ગોદમાં શ્રી કલ્યાણરાય પ્રભુને બિરાજમાન કરાશે. આ સાથે હિન્દુ સનાતન ધર્મનાં દેવી-દેવો, અષ્ટસખાનું દેવાલય પણ બનાવાશે. કમળ આકારનું આ મંદિર દેશ-દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બનશે. ભવ્ય પુષ્ટિધામમાં શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજીની પ્રતિકૃતિઓની સ્થાપના તથા પરિક્રમા અને પૂજાની પણ વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત પુસ્તકાલય, બગીચાઓ, ગૌશાળા, ભક્તો માટે ગેસ્ટ હાઉસ, પુષ્ટિમાર્ગીય પ્રદર્શન જેમાં પુષ્ટિમાર્ગના ૫૩૫ વર્ષના ઈતિહાસની ઝાંખી, પંચમહાલનો ઈતિહાસ અને જનજીવન બતાવતું સાંસ્કૃતિક કેન્દ્ર આ ધામની વિશિષ્ટતા બનશે. દેશનું બીજું લોટસ ટેમ્પલ પુષ્ટિધામ સ્વરૂપે ગુજરાતના ગોધરામાં આકાર પામતાં ગુજરાતને નવલું નજરાણું ભેટ મળશે. પુષ્ટિ સંપ્રદાયના ઈતિહાસમાં ગોધરાનું પુષ્ટિધામ સૌથી મોટું કૃષ્ણમંદિર હશે.

 

LEAVE A REPLY