વિજયસિંહ સોલંકી, ગોધરા
 ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર અને કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણના પતિ પ્રવિણસિંહ ચૌહાણનુ  વડોદરાના એક ખાનગી હોસ્પિટલમા સારવાર દરમિયાન નિધન થયું હતુ  પ્રવિણ ચૌહાણની અચાનક તબિયત લથડી હતી.અને ગોધરા ત્યારબાદ  વડોદરા ખાતે એક ખાનગી  હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.જ્યા તેમનુ સારવાર દરમિયાન  મોત થયુ હતું તેમના મોતના સમાચાર વાયુ વગે પ્રસરતા ભાજપના કાર્યકરોમા પણ ભારે દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. પોતાના પુત્રનુ અવસાન થયાના સમાચાર પ્રાપ્ત થતા સાંસંદ પ્રભાતસિંહ ચૌહાણ દિલ્લીથી વડોદરા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.પોતાના પુત્રના અવસાન થી સાસંદ પ્રભાતસિંહ ચૌહાણ પણ આઘાતમાં સરી પડ્યા હતા.ધારાસભ્ય સુમન ચૌહાણની આંખમાથી પણ આસું સુકાતા ન હતા આજે બપોરે મહેલોલની મુવાડી  માદરે વતન ખાતે પ્રવિણસિંહના દેહને લાવામા આવ્યો હતો.ત્યાથી  સ્મશાનયાત્રા નીકળી હતી અને મોટી સખ્યામા ગ્રામજનો તેમજ ભાજપાના કાર્યકરો તેમજ ભાજપાના અગ્રણીઓ  અશ્વિન પાઠક. હાલોલના ધારાસભ્ય અને મંત્રી જયદ્રથસિંહ પરમાર સહિતના અગ્રણીઓ જોડાયા હતા.તેમનો દેહ પંચમહાભુતમા વિલિન થયો હતો.તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.  પ્રવિણસિંહના નિધન થયાના સમાચાર વહેતા થતા આસપાસના ગ્રામ્ય  વિસ્તારમા પણ શોકનૂ મોજુ ફરી વળ્યુ હતુ.બજારો બંધ રહ્યા હતા.
  અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવિણસિંહ  ચૌહાણ પંચમહાલ જીલ્લા રાજકારણમા ચર્ચાતુ નામ હતુ. પ્રવિણસિંહ ચૌહાણ  ગોધરા તેમજ કાલોલ સીટ પરથી  વિધાનસભાની ચુટણીમા દાવ અજમાવી ચુક્યા છે. એક સમયે ભાજપા સાથે છેડો ફાડીને કોંગ્રેસમા જતા રહેનાર પ્રવિણ ચૌહાણ આ વખતે ૨૦૧૮ની વિધાનસભાની ચુટણીમાં ભાજપમા ફરી જોડાઇ  ઘર વાપસી કરી હતી.અને તેમની પત્ની સુમનબેન ચૌહાણને ટીકીટ મળતા ભાજપનો ભરપુર પ્રચાર કર્યો હતો. અને સુમનબેન ચૌહાણ જીતી પણ ગયા હતા.
તેમના નજીકના  રહેતા સુત્રો જણાવ્યુ હતુ કે પ્રવિણસિંહ ચૌહાણ આર્થિક તંગી ધરાવતા યુવાનોને ,પરિવારો નિ સ્વાર્થ ભાવે  મદદ કરી દેતા હતા.  પ્રવિણસિંહની મદદગારીની ભાવના થકી લોકચાહક બન્યા હતા.

LEAVE A REPLY