રામપુરા જોડકાનું ગૌરવ:ડૉ. રમેશ ચૌહાણ

ગોધરા: રાજુ સોલંકી

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રામપુરા(જોડકા)ના રહેવાસી રમેશભાઈ મગનભાઈ ચૌહાણે “An Analytical study on financial Performance of Selected road infrastructure companies in India:with reference to public private partnership Modal”વિષય પર ડૉ યશશ્વી.આર.રાજપરાના માર્ગદર્શન હેઠળ સંશોધન કરું.પી.જી.ડીપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડી,વલ્લભ વિદ્યાનગર.સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી સમાજ,ગામ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.એમની આ ઉજ્જવળ સફળતાથી એમના મિત્રો,પરિવાર સમાજમાં આનંદનું વાતાવરણ ફેલાયું છે.રમેશ ચૌહાણ અત્યારે ગાંધીનગરની ખ્યાતનામ કૉલેજમાં પ્રોફેસર તરીકે સેવારત છે.
ઉલ્લેખનીય છે કે રામપુરા જેવા નાનકડા અને ઓછી વસ્તી ધરાવતા ગામમાંથી એક સાથે એકજ બેચમાં અભ્યાસ કરતા ત્રણ મિત્રોએ જુદાજુદા વિષયમાં પીએચડી કર્યું,જેમાં પહેલા ડૉ રાજેશ વણકરે ગુજરાતીમાં પીએચડી કરી,સાહિત્યમાં પણ નામ રોશન કર્યું.તેમને દિલ્હી સાહિત્ય અકાદમી,અને ગુજરાત સાહિત્ય અકાદમી એ એવોર્ડ આપી સન્માનિત કર્યા,ડૉ કમેલશ રબારીએ સંસ્કૃતમાં પીએચડી કરી હાલ પ્રોફેસર તરીકે સેવારત છે.અને એ પછી રમેશ ચૌહાણે કોમર્ષમાં પીએચડી કરી ગામને ચાર ચાંદ લગાવી દીધા.નાનકડા ગામના જુદાજુદા સમાજમાંથી આપબળે આગળ આવેલા આ ત્રણેય વિદ્યાર્થીઓની ઝળહળતી પ્રગતિથી પંચમહાલમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

LEAVE A REPLY