રાજુ સોલંકી, ગોધરા
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાની દાંતીયાવર્ગ પ્રા.શાળાના બાળ વૈજ્ઞાનિકોએ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન શહેરાના  કાંકરી મુકામે ભાગ લીધો હતો.જેમાં આ વૈજ્ઞાનિકો દ્વારા વિભાગ 4માં  કચરાના નિકાલમા પોતાનો વિચાર રજુ કર્યો હતો.જેમાં  તેઓ દ્વારા ડિજિટલ ડસ્ટબીન બનાવવામાં આવી હતી.આ ડસ્ટબીનમાં તેઓ દ્વારા રજુ કરવામાં આવ્યું કે કચરો નાખનાર વ્યક્તિને પણ વળતર મળશે.ત્યારે  આ બાળકોનો આ વિચાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.જેમાં બાળવૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું કે તેમના શિક્ષકશ્રી ઇમરાન શેખ ના માર્ગદર્શન હેઠળ  એક સેન્સર લગાવવામાં આવ્યું છે અને હાલ તેઓએ પોતાના ઓળખકાર્ડ બનાવ્યા છે.આ ઓળખકાર્ડને આ સેન્સર સામે રાખવામાં આવશે તો સેન્સર તે રીડ કરશે  અને તરત જ ડસ્ટબીન નું ઢાંકણ ખુલી જશે અને સાથે  કચરો નાંખનાર વ્યક્તિના ડેટા તેમાં રાખેલી સર્કિટમાં સેવ થશે .સરકાર આ કચરાનો  જ્યારે પણ નિકાલ કરી રિસાયકલ કરી તેમાંથી જે ઉપજ થશે તેના 75% રકમ કચરાપેટીના  નિભાવ ખર્ચ પેટે વાપરશે જ્યારે તેમના 25 % રકમ કચરો નાખનાર વ્યક્તિના ખાતામાં જમા કરે તો કચરો નાખનાર વ્યક્તિ આ કચરો કચરાપેટીમાં જ નાખવા માટે પ્રેરાશે.
    જ્યારે આ કૃતિએ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને ત્યારે  સતત દસમી વખત જિલ્લા કક્ષાએ ભાગ લેનાર આ શાળા જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવી હોવી રાજ્ય કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે. રાજ્ય કક્ષાએ  પણ સારો પ્રતિસાદ મળશે તેવો ભાવ બાળવૈજ્ઞાનિકોએ રજુ કર્યો હતો.

LEAVE A REPLY