ગોધરા, રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના સિંધી પરિવાર સ્કોર્પિયો ગાડીમા પાછો ફરતો હતો તે વખતે બાલાસિનોર -ફાગવેલ માર્ગ પાસે અકસ્માત થતા નવ જણને ઇજા પહોચી હતી.ઇજાગ્રસ્તોને બાલાશિનોર હોસ્પિટલ તેમજ અન્યને એપોલો હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરનુ એક સિંધી પરિવાર જુનાગઢ ખાતે સામાજીક પ્રસંગમા હાજરી આપવા ગયુ હતુ જેઓ ગત રાત્રે સામાજીક પ્રસંગ પતાવીને પરત ગોધરા સ્કોર્પિયો ગાડીમાં આવવા નીકળ્યા હતા.આજે વહેલી સવારે આ પરિવારની સ્કોપિયો બાલાશિનોર અને ફાગવેલ વચ્ચે એક ટ્રકની પાછળ ઘુસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત થતા જ આ ઇજાગ્રસ્તોને બાલાશિનોરની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. ઇજા થયેલાઓની યાદી જોઈએ તો લક્ષ્મણદાસ હરજાણી,મુસ્કાન હરજાણી, પવન હરજાણી,જાન્હવી હરજાણી, સાક્ષી હરજાણી,આલોક હરજાણી, હની હરજાણી,ભગવતી સોમનાની,વિશાલ સોમનાનીને ઇજાઓ પહોચી હતી.અનાજ ભરેલી ટ્રકે બ્રેક મારતા પાછળ જતી ટાટાસુમો ટ્રકમા જ ઘુસી ગઇ હોવાની પ્રાથમિક માહિતી મળી છે.હાલ તો આ અંગે પોલીસે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY