ગોધરા, રાજુ સોલંકી

પંચમહાલ જિલ્લામાં બુધવારે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજંયતીની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ગોધરા શહેરમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાનેપુષ્પાજંલિ અર્પણ કરવામાં આવી હતી.
ગોધરા શહેરમાં સિવીલ લાઇન્સ પાસે આવેલા સરદારનગર ખંડની બહાર સરદાર પટેલની પ્રતિમા આવેલી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમૂખ અજીતસિંહ ભટ્ટીની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ મોટી સંખ્યામાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી હતી.

LEAVE A REPLY