ગોધરા રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લા આરઆરસેલ દ્વારા દાહોદ જીલ્લામા લીમખેડા પોલીસ મથકની હદમા આવેલા રઈ ગામે એક મકાનમા છાપો મારીને વિદેશી 4,32,930 લાખનો દારુનો જથ્થો પકડી પાડી ત્રણ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લા આરઆરસેલના પીઆઈ એ.એ.ચૌધરીને બાતમી મળી હતી દાહોદ જીલ્લામા લીમખેડા પોલીસમથકની હદમા આવેલા રઈ ગામમા રહેતા બળવંતભાઈ ભેમાભાઈ ભુવાલીયાએ વિદેશી દારુનો જથ્થો મંગાવી રાખી બે અલગ અલગ મકાનોમાં સતાડી રાખ્યો છે. આથી બાતમી વાળી જગ્યાઓ ઉપર રેડ કરતા લક્ષ્મણભાઈ સોમાભાઈ ભુવાલીયા તેમજ વજેસિંગ ગજાભાઈ ભુવાલિયાના રહેણાક મકાનમા તપાસ કરતા વિદેશી દારૂની 110 નંગ પેટીઓ સહીત 4,42,930 રુપિયાનો દારુન જથ્થો પકડી પાડી ઉપરોકત બે આરોપી તેમજ આ જથ્થો ઉતારનાર બળવંતભાઈ ભેમાભાઈ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.

LEAVE A REPLY