ગોધરા, રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા પંચાયતના NRG વિભાગનો કર્મચારી ઉપ સરપંચ પાસેથી૧૫,૦૦૦ રુપિયાની લાંચ લેતા એસીબીના ગોઠવેલા છટકામાં રંગે હાથે ઝડપાઈ હતો.

મળતી વિગતો અનુસાર શહેરા તાલુકામાં આવેલી એક ગ્રામ પંચાયતના ઉપ સરપંચ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ કરેલા કામોના બિલ તથા કામોના વર્ક ઓડર મેળવવા શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા આસી.વર્કસ મેનેજર મહંમદ કાસીમ બખ્ખરને મળ્યા હતા.પરંતુ વર્ક ઓડર મેળવવા રૂપિયા 15000ની લાંચની માંગણી ઉપ સરપંચ પાસે કરી હતી.તેઓ લાંચ આપવા માંગતા ન હોય તેમણે એસીબીમાં ફરીયાદ કરતા એનઆરજી ઓફીસમા લાંચ લેતા અરસામા મહંમદ બખ્ખરને ઝડપી પાડીને તેના સામે કાયદેસરની કાર્યવાહી એસીબી દ્રારા હાથ ધરવામા આવી હતી.

LEAVE A REPLY