ગોધરા,

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતીની આગામી લોકસભાની ચુટણીને ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટીના સેક્રેટરી અને ગુજરાતના સહ પ્રભારી વિશ્વરંજન મોહંતીની અધ્યક્ષતામા ગોધરા સરકીટ હાઉસ ખાતે પક્ષની વ્યુહારચના ને લઇને મહત્વની મળી હતી.
લોકસભાની ચુટણીની માટે કોંગ્રેસ પણ કમર કસી રહી છે,ગોધરા સરકીટ હાઉસ ખાતે ગુજરાતના સહ પ્રભારી અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમીટીના સેક્રેટરી વિશ્વરંજન મોહંતી ખાસ ઊપસ્થિત રહ્યા હતા.જેમા કોંગ્રેસના કાર્યકરો તેમજ અગ્રણીઓને આગામી લોકસભાની
ચુટણી લઇને ચર્ચાવિચારણા કરવામા આવી હતી.
જેમા વિશ્વરંજન મોહતીએ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે ” કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો દ્રારા જનજન સુધી આપણે પહોચવાનુ છે.તેમજ
પાર્ટીમા ઇનડીસીપ્લીન નહી ચલાવી લેવામા આવશે .અને આગામી સમયમા વરિષ્ટ નેતાઓની દેખરેખ હેઠળ મોનિટરીંગ પણ કરવામા આવશે.
અને જે કોઈ પણ હોય પક્ષ વિરોધીકામ કરશે તે ચલાવી લેવામા નહી આવે. આપણે વધુ મજબુત બનીએ દિશા તરફ આગળ વધવાનુ છે.”
મિટીંગમા જીલ્લા પ્રમુખ અજીતસિહ ભટ્ટી દાહોદના ભુતપુર્વ સાસંદ પ્રભાબેન તાવિયાડ,
પંચમહાલ જીલ્લા જનમિત્ર કાર્યક્રમના પ્રભારીસાગર બ્રહ્મભટ્ટ,દુષ્યંતસિહ ચૌહાણ, તખતસિંહ સોલંકી,
મહિલા અગ્રણી કાજલ પરમાર સહિત તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામા ઊપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY