ગોધરા: વેજલપુરના અડાદરા ગામે આવેલ હોસ્પીટલમાં ફરજ બજાવતો ડોકટર મહિલાને સ્ટ્રેચર પર સુવડાવીને મરજી વિરુદ્ધ છેડછાડ કરતાં મહિલાએ બુમાબુમ કરી હતી. ટોળાંએ રંગીન મિજાજી ડોકટરને ઝડપીને મેથીપાક ચખાડીને પોલીસને સોંપ્યો હતો. બનાવની પોલીસ ફરીયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોધાઇ હતી.
કાલોલ તાલુકાના અડાદરા ગામે આવેલ ટ્રસ્ટ સંચાલીત જયંતિ હોસ્પિટલમાં ગોધરાના શ્રીજી પાર્ક અંકુર સોસાયટી પાસે રહેતો પ્રેમનાથ લક્ષ્મીનારાયણ ગુપ્તા છેલ્લા કેટલાક સમયથી ફરજ બજાવતો હતો. ડોકટર પ્રેમનાથ રંગીન મિજાજી હોવાને લઇને સારવાર માટે આવતી મહિલાને છેડછાડ કરતો હોવાની ચર્ચાઓ ગામમાં ચર્ચાતી હતી. ત્યારે હાલોલ તાલુકાની મહિલાને તાવ આવતાં તે સારવાર માટે જયંતિ હોસ્પીટલ ખાતે આવી હતી.
ત્યારે ફરજ પરના ડોકટર પ્રેમનાથે તેને ચેકઅપ કરવા માટે સ્ટ્રેચર સુવડાવી હતી. ચેકઅપના કરવાને બહાને રંગીન મિજાજી ડોકટરે મહિલા સાથે તેની મરજી વિરુદ્ધ શારિરીક છેડછાડ અને અડપલાં કરતાં મહિલાએ બુમા બુમ કરી દીધી હતી. બુમો પાડતાં લોક ટોળાં ઉમટી પડતાં ડોકટરને ટોળામાં ધીબી નાખ્યો હોવાનું જણાઇ આવ્યું હતું. ડોકટર પ્રેમનાથને પોલીસ સ્ટેશન લઇ જઇને પોલીસને સોંપ્યો હતો.
અગાઉ આ જ ડોકટરે કેટલીક મહિલા સારવાર માટે આવતી હતી. તેની સાથે શારીરિક છેડછાડ કરતો હતો. મામલો બહાર આવતાં માફી પત્ર લખ્યું હોવાની ચર્ચાઓ પણ સંભળાઇ હતી. ડોકટર પ્રેમનાથ ગુપ્તા વિરૂદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.. Courtesy

LEAVE A REPLY