મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.તારીખ ૧૩-૦૨-૨૦૧૯ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ માંડવી ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ક્લસ્ટર સંમેલન ને સંબોધિત કરશે .

આ ક્લસ્ટર સંમેલન આવનાર લોકસભાની ચૂંટણી માટે અતિ મહત્વનો છે .સુરત,ભરૂચ,તાપી આ ત્રણ જિલ્લાઓનો ક્લસ્ટર કાર્યક્રમ યોજાયો છે .ક્લસ્ટર સંમેલનમાં શક્તિ કેન્દ્રના તમામ ઇન્ચાર્જ ઉપસ્થિત રહેશે . મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાત પ્રદેશ પ્રમુખ ,કેબિનેટ મંત્રી ગણપત વસાવા સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રી ઈશ્વર પરમાર પણ ઉપસ્થિત રહેશે .કાર્યક્મની વિગત જોતા સવારે ૧૦ કલાકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શક્તિકેન્દ્રોના ૩૦૦૦ જેટલા પ્રમુખોને આવનારી લોકસભાની ચૂંટણી અંગે તમામ તૈયારી માટેનું માર્ગદર્શન પૂરું પાડશે .એમ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે .

LEAVE A REPLY