હાલોલ નગરમાં પણ વિશ્વ આદિવાસી દિન નિમિતે ઉજવણી કરાઈ ૯ મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ છે તેવામાં હાલોલ નગરમાં નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે થી ભવ્ય બાઇક રેલી ડી.જે સાથે આદિવાસી સમાજ દ્વારા કાઢવામાં આવી હતી..જે આ રેલી બસ સ્ટેન્ડ થઈ પાવાગઢ રોડ થઈ પરત નગરપાલીકાના કોમ્યુનિટી હોલ પર પરત ફરી હતી આદિવાસી સમાજ દ્વારા નીકળેલી ભવ્ય બાઇક રેલી એ શહેર ના માર્ગો ઉપર ભવ્ય આકર્ષણ ઉભું કર્યું હતું સાથે જ સ્ટેશન ખાતે ઢોલ નગારા તેમજ ડીજે સાથે ભવ્ય આદિવાસી લોક નૃત્ય ઉપર કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા .તેમજ આદિવાસી સમાજ ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ રેલીમાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

LEAVE A REPLY