જંબુસરમાં કસ્બા વિસતારમાં રહેતા ઐયુબખા પઠણ રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ગત વર્ષે તેઓએ પોતાની રીક્ષા પાણીની થેલી લગાવી રાહદારઓ અને મુસાફરોની તરસ બુજઝાવતા હતા. જે બાદ ચાલુ વર્ષે તેઓએ એક નવો કિમ્યો અજમાવ્યો છે. જેઓએ કાળઝાળ ગરમીમાં જંબુસર ખાતે બજારમાં ખરીદી કરવા આવતા બહાર ગામના મુસારો અને લોકોને પાણીની સગવડ મળી  રહે તે માતે રિક્ષામાં જ ચાલતી ફરતી પરબ ઊભી કરી છે અને ઐયુંબખાની આ ચાલતી ફરતી પરબની સુંદર કામગીરી અને સેવાથી તેઓ ચોમેર પ્રસંશાને પત્ર બન્યા છે રીક્ષા જે વિસ્તાર કે ગામમાં જાય ત્યાં લોકો ઠંડુ પાણી પી તેઓની આ ગણાવી રહ્યા છે.

LEAVE A REPLY