Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

પ્રશાંત આશ્રમશાળા ખાતે બાળકોને નોટબુક પેનનું વિતરણ કરાયું

Share

(જી.એન.વ્યાસ)

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ધોબિસલ ગામે પ્રશાંત આશ્રમશાળામાં ડો. ૧ થી ૮ માં અભ્યાસ કરતા તમામ બાળકોને કેવડીયા કોલોની નર્મદેશ્વર મહાદેવ મંદિરના પુજારી હરિશંકર ભાઈ શર્મા તથા મનીષભાઈ સ્વામી દ્વારા નોટબુક પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણને લઇ બાળકોમાં ખુશીની લહેર વ્યાપી હતી. પ્રશાંત આશ્રમશાળામાં ગરૂડેશ્વર તથા નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાના ગરીબ આદિવાસી બાળકો અભ્યાસ કરે છે. જેઓને તમામ સુવિધા આશ્રમશાળા તરફથી પૂરી પાડવામાં આવે છે. આ વિતરણ કાર્યક્રમમાં માનીશ સ્વામી મહારાજે બાળકો ખુબ ભણીને આગળ વધે તેમજ પોતાનું જીએવન ઉજ્જવળ બનાવી સમાજનું નામ રોશન કરે તેવા આશિર્વચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં આશ્રમશાળાના આચાર્ય શ્રી મહેશભાઈ પટેલ સાથે અન્ય શિક્ષક સ્ટાફ વિમલાબેન તડવી, કલાવતીબેન તડવી, અમૃતાબેન તડવી, રાજેશભાઈ બારિયા, ગૌતમભાઈ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સે ચક્રવાત બિપરજોય માટે સ્પેશિયલ હેલ્પ ડેસ્ક ઊભી કરી

ProudOfGujarat

દહેજ જી.એન.એફ.સી. કંપની ખાતેથી વિદેશમાં નિકાસ થતુ T.D.I. કેમીકલ ભરી જતા કન્ટેનરો ના શીલ ખોલી તબક્કાવાર કૂલ-૮ કન્ટેનરોમાંથી ૯૨ મેટ્રિક ટન TDI નો જથ્થાને કૂલ કિ.રૂ.૨,૩૩,૯૮,૩૩૩/- નો મુદ્દામાલ સગેવગે કરી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેગને ઝડપી પાડતી ભરૂચ પોલીસ

ProudOfGujarat

આજરોજ ભરૂચના ફલશ્રુતિનગર સ્થિત આર.કે.કાસ્ટા ખાતે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરની ઓ.પી.ડી. સેવાનો શુભારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat
error: Content is protected !!