સૌજન્ય/કેવડિયા: કેવડિયાની સાધુ ટેકરી ખાતે આકાર પામેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના લોકાર્પણ આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફરતે સફેદ રંગની ફ્રેઝર લાઇટો લગાડવામાં આવી છે. રાત્રીના સમયે લાઇટો ચાલુ કરવામાં આવતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને ચાર ચાંદ લાગી ગયા હતા. સફેદ પ્રકાશ ફેલાવતી લાઇટોના સથવારે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સોનેરી બની આકર્ષણ જમાવી રહી હતી.

LEAVE A REPLY