મહેસાણા-લીંચ તરફ જતા રસ્તામાં આવતાં નાળામાં ગુરૂવાર બપોરે 3 કલાકે એક લાશ દેખાતાં ગામના સરપંચ અંજનાબેન પટેલને જાણ કરાતાં મહેસાણા તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવાનની ઓળખના પ્રયત્નો કર્યા હતા. મૃતક લીંચનો ભરત શાંતિલાલ દંતાણી હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે લાશનો કબજો લઇ સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY