બોલીવુડના સુપરસ્ટાર્સના ફેન પોતાને ગમતા સ્ટાર્સ માટે શું શું કરી શકે છે તેના દાખલા આપણે વારંવાર જોઈ ચૂક્યા છીએ. જો કે સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના ગમતા સ્ટાર્સ માટે ચાહકોનું ગાંડપણ કંઈક અનોખુ જ છે. સાઉથમાં ચાહકો પોતાના ગમતા સ્ટાર્સ માટે કંઈ પણ કરતા અચકાતા નથી. હાલ મહેશબાબુના એક પ્રશંસકે પણ કંઈક આવું જ  કામ કર્યું

જો કે હૈદરાબાદના એક પ્રશંસકે તો પોતાના બાળકનું નામ જ મહેશબાબુ રાખી દીધું. હૈદરાબાદના ક્રિષ્ના કટુરુ મહેશબાબુને ખૂબ મોટા ફેન છે. તેમને ત્યાં પુત્રનો જન્મ થયો તો ક્રિષ્ના કટુરુએ પુત્રનું નામ જ પોતાના ગમતા સ્ટારના નામ પરથી રાખી દીધું.  ક્રિષ્ના કુટુરના કહવા મુજબ તેણે પોતાના બાળકનું નામ મહેશબાબુના નામ પરથી રાખવાનો નિર્ણય ચાર વર્ષ પહેલા જ કર્યો હતો, અને ચાર ચાર વર્ષથી તે પુત્રના જન્મની રાહ જોઈ રહ્યા હતા.

મહેશ બાબુના ફેન ફોલોઈંગ કરોડોની સંખ્યામાં છે. અને પ્રશંસકો પોતાના ગમતા સ્ટાર માટે પાગલપનની હદ સુધી હરકતો કરે છે. જો કે કેટલાક ફેન્સ સારા કામ પણ કરે છે, જેમ કે  ઝારખંડમાં મહેશબાબૂના પ્રશંસકોનું એક એવુ ગ્રૂપ છે, જે મહેશના જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજે છે. તો ભૂતકાળમાં એક યુવતીએ પોતાના હાથ પર મહેશબાબુના નામનું પરમેનેન્ટ ટેટુ બનાવ્યું હતું. અને પોતાના નખમાં મહેશબાબુનો ચહેરો દોરાવ્યો હતો. 

LEAVE A REPLY