તારીખ ૪/૩/૨૦૧૮ ને રવિવાર ના રોજ આમોદ પાટિયા ગ્રાઉન્ડ પર નબીપુર v/s રાંદેર ની ક્રિકેટ ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો થયો હતો.

જેમાં નબીપુર ટીમ એ પેહલા બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૭૦ રનનો જંગી સ્કોર મુક્યો હતો.જેના વિરોધમાં રાંદેરની  ટીમે ૯૪ રન માં ઓલ આઉટ થઇ ગઈ હતી.જેમાં મેન ઓફ ધ મેચ જાવીદ બોરબત,મેં ઓફ ધ સીરીઝ સોયબ ફેફ્રરાવાલા અને બેસ્ટ બોલર સઈદ વલી ઘંટીવાલા ને જાહેર કરવા માં આવ્યા હતા.

આથી નબીપુર ગામ સતત બે વર્ષ થી અનેક જગ્યા એ ફાઈનલ માં વિજય બનેલી છે.જેના કારણે નબીપુર ગામ માં ખુસી ની લહેર જોવા મળી હતી.