Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

વીર સુખદેવ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન તથા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

Share

નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકામાં આવેલ વીર સુખદેવ પ્રાથમિક શાળા નંબર ૨ કેવડીયા કોલોની ખાતે તા.૨૫-૦૧-૧૮ નાં રોજ વાલી સંમેલન તથા રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી.

શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું. નવા મતદારોને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા. સમગ્ર કેવડીયા કોલોનીમાં રેલીએ આ દર્પણ જાળ્યું.

Advertisement

ત્યારબાદ શાળામાં ૨:૩૦ કલાકે વાલી મીટીંગ રાખવામાં આવી. જેઓ વિશાલ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાલી સંમેલનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા.

શાળાના આચાર્ય યોગેશભાઈ પટેલ હાજર વાલીઓને શાળાના વિવિધ કાર્યક્રમથી વાકેફ કર્યા બાળકોને નિયમિત શાળામાં મોકલવા વિવિધ કાર્યક્રમોમાં બાળકો ભાગ લે તથા વાલીઓ તથા બાળકો વચ્ચે સમન્વય સર્જાય તેવા પ્રયત્નો કર્યા.

શાળા પારેખ સાહેબે બાળકોમાં રહેલી ક્ષતિઓને બહાર લાવવાના ભાગ રૂપે વાલીઓને સહકાર આપવા હાકલ કરવામાં આવી. અને તમાં વાલીઓ પોતાના બાળકોને શાળામાં નિયમિત મોકલે અને શાળાના કાર્યમાં સહકાર આપે તેવી માંગ કરી હતી.

અંતમાં હાજર રહેલા તમામ વાલી મિત્રો ભાઈઓ બહેનોને શાળામાં આચાર્ય તરફથી ચા/નાસ્તો આપવામાં આવ્યો. અને મતદાન જાગૃતિની માહિતી આપી અંતમાં ૪:૩૦ વાગ્યે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.

 

 


Share

Related posts

લીંબડીમાં તસ્કરોનો તરખાટ : ઠંડીમાં પોલીસની ઊંઘ ઉડાડતા તસ્કરો….

ProudOfGujarat

ઝઘડીયા આવેલી ગાંધી સંકલ્પ યાત્રા ના સ્વાગત અને વિદાયમાન ના કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

ડૂબી રહ્યું છે જોશીમઠ, વિરોધ વચ્ચે નવા બાંધકામ પર પ્રતિબંધ, 50 પરિવારોનું રેસ્ક્યુ

ProudOfGujarat
error: Content is protected !!