જિલ્લા પ્રભારીમંત્રી બચુ ખાબડની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાયેલી બેઠક

 

(વિશાલ મિસ્ત્રી રાજપીપલા:)નર્મદા જિલ્લા પંચાયતના સભા ખંડ ખાતે શનિવારે ગ્રામ ગૃહ નિર્માણ,ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌશર્વધન વિભાગના રાજય મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી બચુ ખાબડની અધ્યક્ષતામાં ગુજરાત પેટર્ન યોજના વર્ષ-૨૦૧૮-૧૯ ના આયોજન અંગે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ ગઇ.આ બેઠકમાં ગુજરાત પેટર્ન યોજના વર્ષ-૨૦૧૮-૨૦૧૯ ના વર્ષનું કુલ રૂપિયા ૨૪ કરોડથી વધુની જોગવાઇના કામોને બહાલી આપવામાં આવી હતી.

 

આ બેઠકમાં ભરૂચ વિસ્તારના સંસદ સભ્ય મનસુખ વસાવા, નાંદોદ વિસ્તારના ધારાસભ્ય પી.ડી.વસાવા, ડેડીયાપાડાના   ધારાસભ્યશ્રી મહેશ વસાવા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ  રૂચિકા વસાવા, જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.જીન્સી વિલિયમ, જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા, જિલ્લા પ્રાયોજના વહિવટદાર આર.વી.બારીયા, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ-અધિકારીઓ વગેરેએ ચર્ચા વિચારણામાં ભાગ લઇ ગુજરાત પેટર્ન યોજના ૨૦૧૮-૨૦૧૯ ના વર્ષના કામોને બહાલી આપી હતી.

 

ગુજરાત પેર્ટન યોજના અંતર્ગત વર્ષ-૨૦૧૮-૨૦૧૯ ના વર્ષમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની નાંણાકિય જોગવાઇ રૂા.૬ કરોડ ૯ હજારની રકમની મર્યાદામાં કુલ ૩૮૪ કામો,તિલકવાડા તાલુકાની નાંણાકિય જોગવાઇ રૂા.૨.૬૪ કરોડ થી વધુ રકમની મર્યાદામાં ૧૭૮ કામો, ગરૂડેશ્વર તાલુકાની નાંણાકિય જોગવાઇ રૂા.૩.૮૪ કરોડથી વધુની રકની મર્યાદામાં કુલ ૩૪૭ કામો, દેડીયાપાડા તાલુકાની નાંણાકિય જોગવાઇ રૂા.૬.૯૬ કરોડથી વધુ રકમની મર્યાદામાં કુલ ૪૪૬ કામો અને સાગબારા તાલુકાની નાંણાકિય જોગવાઇ રૂા.૪.૫૬ કરોડથી વધુની રકમની મર્યાદામાં કુલ ૨૮૯ જેટલા કામો મળી નર્મદા જિલ્લાની કુલ રૂા.૨૪ કરોડ ૨૫ હજારની નાંણાકિય જોગવાઇની મર્યાદામાં કુલ ૧૬૪૪ જેટલા કામોનું આયોજન કરી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા બહાલી આપવામાં આવી છે.

LEAVE A REPLY