ડેડીયાપાડામાં મહિલાની છેડતી કરનાર પરિણીત યુવાનની હત્યા કરી લાશને ફાંસો ખાધેલી હાલતમાં લટકાવી દીધી.

ડેડીયાપાડા ખૈડીપાડા ગંભીર ગુલાબસીંગ વસાવાએ એક મહિલાની છેડતી કરી હતી,બાદ આ મામલે મહિલાના પતિ અને ભાઈ સહિત પરિવારજનોએ એને સરપંચના ઘરે સમાધાન માટે બોલાવ્યો હતો.

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખૈડીપાડા ગામે રહેતા 38 વર્ષીય ગંભીર ગુલાબસીંગ વસાવાએ પોતાના જ ગામની એક મહિલાની છેડતી કરી હતી.આ મામલે છેડતીનો ભોગ બનેલી એ મહિલા સહિત એનો પતિ અમરસીંગ વેસ્તા વસાવા તથા મહિલાનો ભાઈ રાજેશ કાલીયા વસાવાએ ગંભીર ગુલાબસીંગ વસાવાના ઘરે આવી એને ગાલ ઉપર ત્રણ તમાચા માર્યા હતા અને ગામના સરપંચને ત્યાં સમાધાન માટે ભેગા થવાનું કહ્યું હતું.તો ગંભીરની પત્ની સોમીબેને બીજે દિવસે સવારે સમાધાન માટે ભેગા થવા પણ જણાવ્યું હતું.બાદ બીજે દિવસે સવારે 8:00 વાગે ખૈડીપાડા ગામેથી દક્ષિણે ૧૬ કિમિ કાકરપાડા પશ્ચિમ વિસ્તાર માંથી ગંભીર વસાવાની લાશ મોહુડાના ઝાડ સાથે દોરડા વડે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવી હતી.આ બાબતની મરનાર ગંભીરની પત્ની સોમીબેને ડેડીયાપાડા પોલીસને કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બાદ નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ગામીત અને અન્ય પોલીસ કર્મીઓની ટીમે આ બનાવ મામલે તપાસ હાથ ધરી હતી.આ તપાસમાં છેડતીનો ભોગ બનેલ મહિલાના પતિ અમરસિંગ વસાવા,ભાઈ રાજેશ કાલીયા વસાવા,ભરત ગોરધન વસાવા,પ્રવીણ જાતર વસાવાએ 3જી ફેબ્રુઆરીએ રાત્રીએ મરનાર ગંભીર વસાવાના ઘરની બહાર રેકી કરી હતી.ગંભીર વસાવા રાત્રે લઘુશંકાએ જવા નીકળ્યો એવો એને પકડી ગળે ટૂંપો આપી ખેતરમાં લઈ જઈ મારી નાખ્યા બાદ એણે આપઘાત કર્યો છે એવું દર્શાવવા એની લાશને ફાંસો ખાધેલી હાલતમાં મહુડાનાં ઝાડ પર લટકાવી દીધી હતી એવું બહાર આવ્યું હતું.આ હત્યા મામલે અમરસિંગ વસાવા અને રાજેશ કાલીયા વસાવાને પકડી પાડતા એમણે પણ આ જ મુજબ સત્ય હકીકત પોલીસને જણાવી હતી.હાલ ડેડીયાપાડા પોલીસે આ બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવી બીજા સહારોપીઓને પકડી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY