Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

તા. ૨૫ મી એ નર્મદા જિલ્‍લાનો જિલ્લાકક્ષાનો “સ્વાગત ઓનલાઇન” ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Share

નર્મદા જિલ્‍લાના પ્રજાજનોના પ્રશ્‍નોના નિવારણ માટે આગામી તા.૨૫/૧/૨૦૧૮ ના રોજ કલેકટરશ્રીની કચેરી, જિલ્‍લા સેવા સદન, રાજપીપળા–જિ.નર્મદા ખાતે જિલ્‍લાનો ફરિયાદ નિવારણ-સ્વાગત કાર્યક્રમ સવારે ૧૧=૦૦ રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે તા.૨૪/૦૧/૨૦૧૮ ના રોજ સવારે ૧૦=૩૦ કલાકે જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકાઓનો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ પણ સંબંધિત તાલુકા મામલતદારશ્રીઓની કચેરીમાં અને ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ સંબંધિત ગામમાં ગ્રામ પંચાયત ખાતે યોજાશે. અરજદારોએ તા.૧૦/૦૧/૨૦૧૮ સુધીમાં તેમનું પુરુ નામ, સરનામું અને ટેલીફોન નંબર, મોબાઇલ નંબરની વિગતો સાથે જિલ્લાકક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે કલેકટર કચેરી-રાજપીપળા ખાતે અને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે સંબંધિત મામલતદારશ્રીઓની કચેરીએ અરજદારે પોતાની ફરિયાદ બે નકલમાં રજુ કરવાની રહેશે. નામ વગરની કે અધુરી વિગતોવાળી અરજીઓ ફાઇલે કરવામાં આવશે.   

વધુમાં જાહેર જનતાને જણાવવાનું કે, પોતાની વ્‍યકિગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદો તા.૧૦ મી જાન્યુઆરી, ૨૦૧૮ સુધીમાં જે તે ખાતાના પ્રશ્‍નો અંગે સંબંધિત ખાતાના વડાને સુવાચ્‍ય અક્ષરે અરજી કરવાની રહેશે અને તેની બે નકલ એ.ડી.એમ. શાખા કલેકટર કચેરી, રાજપીપળા જિ.નર્મદા, સેવા સદન, પહેલા માળે, રાજપીપળા ખાતે બપોરના ૨=૦૦ કલાક સુધીમાં આપવાની રહેશે. ત્યારબાદ મળેલ અરજીઓ કાર્યક્રમમાં લેવામાં આવશે નહિં  

Advertisement

કોર્ટને લગતી નીતિ વિષયક અને કર્મચારીને લગતા તથા સેવા વિષયક પ્રશ્‍નોની ચર્ચા કરવામાં આવશે નહી. એક અરજીમાં એક જ પ્રશ્‍નની રજુઆત કરવાની રહેશે. ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે સૌ પ્રથમ ખાતાને અરજી કરેલ હોય અને જે તે ખાતાના વિભાગ મારફતે કોઇ કાર્યવાહી ન થવા પામી હોય અથવા જે તે વિભાગ ધ્‍વારા કોઇ પ્રત્‍યુતર મળેલ ન હોય તેવી અરજીઓ જ સ્વાગત કાર્યક્રમ હેઠળ કરવાની રહેશે. આ અરજી સાથે જિલ્લામાં જે કચેરીમાં અરજી પડતર છે તેમને કરેલી રજૂઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. અરજદારે આ કાર્યક્રમમાં રજૂ કરેલા પ્રશ્નો જિલ્લાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો રજૂ કરવાના રહેશે. મુદત બહાર આવેલા પ્રશ્‍નો સ્‍વીકારવામાં આવશે નહી. અરજદારોએ તેમની અરજી ઉપર તેમજ અરજી મોકલવાના કવર ઉપર જિલ્‍લા/તાલુકા/ગ્રામકક્ષાનો સ્વાગત કાર્યક્રમ સ્‍પષ્‍ટ રીતે લખવાનું રહેશે. સરકારી વિભાગના જિલ્લાકક્ષાના સંબંધિત અધિકારીઓએ તથા અરજદારોએ આધાર-પુરાવા સહિત તા.૨૫ મી જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ સવારે ૧૦=૦૦ કલાકે જિલ્લા કલેકટરશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, રાજપીપળા- જિ.નર્મદા ખાતે ઉપસ્‍થિત રહેવા નિવાસી અધિક કલેકટરશ્રીએ જણાવાયું છે.                       


Share

Related posts

વાંકલ ખાતે નવરાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરાયું.

ProudOfGujarat

વડોદરા : દશેરા પર્વની ઉજવણી નિમિત્તે પોલો ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાવણ દહનના કાર્યક્રમની તૈયારીઓને અપાયો આખરીઓપ.

ProudOfGujarat

નડિયાદના કુલ ૧૧ પરીક્ષા કેન્દ્રો ખાતે ૩ એપ્રિલના રોજ કુલ ૨૫૦૦ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે

ProudOfGujarat
error: Content is protected !!