નવસારી રેડક્રોસના સહયોગ વડે નવસારી રાણા સમસ્ત પંચ યુવા પાંખ આયોજીત રકતદાન શિબિર  રાણા સમાજ પંચ વાડીમાં રવિવારના રોજ યોજવામાં આવ્યો હતો…

 

ભારતીય સંસ્કૃતિની  પરંપરા રહી છે કે ,માનવસેવાની સરવાણી વહાવવામાં ક્યારેય પાની કરેલ નથી , જયારે જયારે મદદ માટે કોઈ એ હાથ લંબાવ્યો છે તો હજારો હાથ મદદ કરવા લંબાયા છે. ત્યારે નવસારી રેડક્રોસના સહયોગ વડે નવસારી રાણા સમસ્ત પંચ યુવા પાંખ આયોજીત રકતદાન શિબિર  રવિવારના રોજ યોજવામાં આવ્યો હતો. આ રકતદાન શિબિરમાં 72  યુવાનોનો થનગનાટ અનેરો જોવા મળ્યો હતો  તેમજ ,6 બહેનો એ પણ આ સેવા યજ્ઞમાં ઘણુજ યોગદાન આપી કુલ 78 લોકોએ રકતદાન કર્યું હતું …આમ આપણે સૌ જાણીએ છીએ કે લોહીની ઉણપવાળા અને જરૂરિયાત વાળા દર્દીઓ કે જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય તેમના માટે કટોકટીના સમયે ,નિસ્વાર્થ ભાવે રક્તદાન કરનાર  વ્યક્તિના લોહીનું એક એક ટીપું કોઈના જીવન માટે મુલ્યવાન બની રહે છે. …
રકતદાન શિબિર પ્રસંગે નવસારી રાણા સમાજના પ્રમુખ પ્રવિણભાઈ  રાણા સાથે ટ્રસ્ટીઓ ,આગેવાનો, દાતાઓ તેમજ  યુવા પાંખના પ્રમુખ હિતેશ રાણા સાથે યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી  ડુંગરી ખાતે  રાણા સમાજના અકસ્માતમાં  દવાવલોક પામેલાને શ્રઘ્ધાજલી આપી દીપપ્રાગટય કરી રકતદાન શિબિર ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ આ રક્તદાન શિબિરમાં રેડક્રોસ નવસારીને સમાજના અગ્રણી અને ટ્રસ્ટી છગનલાલ રાણા તરફથી 15,111નું તિથીદાન આપવામાં આવ્યું હતું…

LEAVE A REPLY