કારોબારી અધ્યક્ષ તરીકે મનીષ પટેલ અને બાંધકામ સમિતિ માં અધ્યક્ષ તરીકે તૃષાબેન પટેલ ની વરણી

જીગર નાયક નવસારી

નવસારી જિલ્લા પંચાયતમાં અઢી વર્ષ પૂર્ણ થતાની સાથે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ આજે જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓ માટે આજે નવા સભ્યોની વરણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ ખાતાઓની સમિતિઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જીલ્લા પંચાયતની કારીબારી સમિતિ ના અધ્યક્ષ તરીકે મનીષ પટેલ ની વરણી કરવામાં આવી હતી,બાંધકામ સમિતિ ના અધ્યક્ષ તરીકે તૃષાબેન પટેલ,શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ તરીકે પ્રવિણસિંહ ઠાકોર,સામાજિક સમિતિ ના અધ્યક્ષ તરીકે કૌશિક પટેલ,મહિલા અને બાળ વિકાસ સમિતિ ના અધ્યક્ષ તરીકે સીતાબેન પટેલ,આરોગ્ય સમિતિ ના અધ્યક્ષ તરીકે પિયુષ પટેલ,અપીલ સમિતિના અધ્યક્ષ તરીકે અમીતાબેન પટેલ જયારે ખેત ઉત્પાદન ,સિંચાઈ અને પશુપાલન સમિતિ ના અધ્યક્ષ તરીકે નગીનભાઈ ગાવીત ની વરણી કરવામાં આવી હતી.જ્યારે શાસક પક્ષ ના નેતા પદે વિનોદ પટેલ અને દંડક તરીકે રેખાબેન પટેલ ની નિમણુંક કરવામાં આવી હતી.જિલ્લા પંચાયત ની વિવિધ સમિતિઓ માં કોંગ્રેસ ના સભ્યો ને પણ સ્થાન આપવામાં આવ્યું હતું..

LEAVE A REPLY