Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી હાઇસ્‍કુલ ખાતે એનડીઆરએફ બટાલિયન ઘ્‍વારા આપત્તિ સમયે બચાવ અંગે નિદર્શન કરાયું

Share


શાળા સલામતિ સપ્‍તાહની ઉજવણી નિમિત્તે લાઇવ નિદર્શન ઘ્‍વારા જાણકારી અપાઇ

જીગર નાયક,નવસારી

Advertisement

ગુજરાત રાજય આપત્તિ વ્‍યવસ્‍થાપન ગાંધીનગર અને નવસારી જિલ્લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઘ્‍વારા આયોજીત તા.૨૫ જુનથી શરૂ થયેલા શાળા સલામતિ સપ્‍તાહની ઉજવણી નિમિત્તે નવસારી નગરપાલિકા સંચાલિત હાઇસ્‍કુલ ખાતે વડોદરાની ૬- એનડીઆરએફ બટાલિયન ઘ્‍વારા ભારે વરસાદ, ફલડ, ભુકંપ કે અન્‍ય ડિઝાસ્‍ટર રોડ અકસ્‍માત, વાવાઝોડા જેવા તુફાન સમયે કેવી રીતે બચાવ કામગીરી કરવી તેનું લાઇવ નિદર્શન કર્યુ હતું. કપરા સમયમાં બાળકોએ પોતાનો કેવી રીતે બચાવ કરવો તેની સમજ આપવામાં આવી હતી.
જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડીયાના માર્ગદર્શન હેઠળ શાળા સલામતિ સપ્‍તાહમાં રાહત બચાવ કામગીરી માટે નવસારી જિલ્લામાં એનડીઆરએફ ટીમ ઘ્‍વારા નિદર્શન કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં એનડીઆરએફ બટાલીયન ટીમના ઇન્‍સ્‍પેકટર શ્રી લુબ્‍ધારામ દેવાંસી, સબ ઇન્‍સ્‍પેકટર એસ.એન.પાંડે અને તેના ૨૦ જેટલા જવાનોએ ધોરણ-૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓને આપત્તિ સમયે, કેવી રીતે બચાવ કરી શકાય તેનું સાધનો ઘ્‍વારા લાઇવ ડેમો બતાવી સંકટ સમયે બચી જવાની ટીપ આપી હતી.
એનડીઆરએફ ઇન્‍સ્‍પેકટર બુધારામ દેવાંસીએ જણાવ્‍યું હતું કે, દેશમાં વધુમાં વધુ રોડ એકસીડન્‍ટમાં જાનહાનિ થાય છે. અકસ્‍માતમાં વ્‍યકિતનો કેવી રીતે બચાવ કરવો, પુરમાં તણાતા લોકોને કેવી રીતે બચાવવા, તેમજ ભુકંપ સમયે શું શું તકેદારી રાખવી વગેરેનું પ્રત્‍યક્ષ નિદર્શન કરી સમજણ આપી હતી. આવા નિદર્શનથી બાળકો, શિક્ષકોમાં જાગૃતિ આવે અને આપત્તિના સમયે બચાવ કરવા આગળ આવે એવો મુખ્‍ય ઉદે્‌શ રહયો છે. સમગ્ર કાર્યક્રમ એનડીઆરએફ ના કમાન્‍ડર શ્રી આર.એસ.જુનના માર્ગદર્શના હેઠળ સમગ્‍ ગુજરાત રાજયમાં દરેક જિલ્લામાં સ્‍કુલ સેફટી સપ્‍તાહની ઉજવણી દરમિયાન નિદર્શનો યોજવામાં આવે છે.
કોઇપણ આપત્તિ સમયે પુર, ભુકંપ, રોડ અકસ્‍માતમાં ઘાયલ થયેલા લોકોને મેડીકલ સુવિધા, ફર્સ્‍ટ એઇડના વિષયે બચાવ રાહતની સમજ આપી હતી.
આ પ્રસંગે નવસારી નગરપાલિકાના હાઇસ્‍કુલના આચાર્ય શ્રી રોહિતભાઇ દેસાઇ, જિલ્લા ડિઝાસ્‍ટરના શ્રી અંકિત પરમાર, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહયાં હતાં.


Share

Related posts

ભરૂચ અને અંકલેશ્વર ખાતે શ્રદ્ધાભેર મહા શિવરાત્રી ની થયેલ ઉજવણી

ProudOfGujarat

ભારતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પ્રચાર અર્થે મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં મોકલવામાં આવ્યા

ProudOfGujarat

ભરૂચની નરનારાયણની ખડકીમાં તંત્રની બેદરકારીને કારણે વીજ વાયર જીવલેણ સમાન !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!