નવસારી શહેરમાં સીંધી કેમ્પનાં સીતારામ નગરમાં ભાડાનાં મકાનમાં રહેતો મૂળ મધ્યપ્રદેશનાં અલીરાજપુરનો યુવાન દેશી બનાવટની પિસ્તોલ વેચવા આવતાં ટાઉનનાં ડીસ્ટાફ પોલીસે તેને રંગે હાથે ઝડપી લઇ પાંચ નંગ જીવતા કાર્ટીજીસ પણ કબજે કર્યા હતાં.

નવસારી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે વિરાવળ ખાતે આવેલ રીંગરોડ પર એક યુવાન શરીરે પીળા, રાખોડી અને ભૂરા રંગનું પેન્ટ પહેરેલ ઇસમ પાસે દેશી બનાવટની પીસ્તોલ છે અને તેભૂરા રંગનું પેન્ટ પહેરેલ ઇસમ પાસે દેશી બનાવટની પિસ્તોલ છે અને તે વેચવા માટે ફરી રહ્યો છે. બાતમીને આધારે ડી સ્ટાફનાં દિનેશ કુલસિંગ, પો.કો. અર્જુન પ્રભાકર તથા પો.કો વિજય મોહન અને ચેતન ધીરૂભાઇ સાથે વિરાવળ રીંગરોડ પાસે ફરતા યુવાનને શોધી કાઢી તેની અંગઝડતી લીધી હતી. જેમાંથી પોલીસને દેશી હાથ બનાવટ પિસ્તોલ તથા 5 જીવતા કાર્ટીજ મળી આવતાં તેની પાસે લાયસન્સ ન હોવાથી પોલીસે તેની અટક કરી હતી. આ યુવાને તેનું નામ કુટુંમ્બસિંગ ગમીરીયા નિંગવાલ (ઉ.વ.35) હાલ રહે. નવસારી સીંધી કેમ્પ સીતારામ નગર ભોળાભાઇનાં ભાડાના મકાનમાં અને પો.સોઢવા તા.અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું..સૌજન્ય

LEAVE A REPLY