નવસારીમાં ટાટા હોલ ખાતે નવસારીના કરાટેકા વિસ્પી કાસદ અને વિસ્પી ખરાડીએ ગિનિસ બુકમાં વધુ બે વર્લ્ડ રેકોર્ડ માટે દાવો કરી દીધો છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની વચ્ચે ખતરનાક સ્ટંટ કરીને તેમણે લોકોને એ ખતરનાક સ્ટંટ જોવા મજબૂર કરી દીધા હતા. મનોરંજનની સાથે સાથે વિસ્પી કાસદ તથા વિસ્પી ખરાડીએ એક મિનિટમાં 23 તરબૂચ કાપવાના રેકોર્ડને તોડીને નવો રેકર્ડ કર્યો છે. વિસ્પીએ લોખંડના ખીલા ઉપર ખુલ્લા શરીર ઉપર વિસ્પી કાસદે ત્રણ કિલોની સમુરાઈથી 44 તરબૂચ કાપ્યા હતા. તેમાં 37 તરબૂચ યોગ્ય કપાતા કીર્તિમાન સ્થાપિત થયો હતો. ઉપરાંત વિસ્પી કાસદ અને વિસ્પી ખરાડીએ 12 એમ.એમ. જાડાઈના 1 મીટર લાંબા કુલ 14 સળિયા ગળાથી 90 ડિગ્રી સુધી વાળી રેકોર્ડનો દાવો કર્યો છે. ઉપસ્થિત લોકોએ વિસ્પી કાસદ અને વિસ્પી ખરાડીના આ વર્લ્ડ રેકોર્ડના દાવાને ઉભા થઈ તાળીઓથી વધાવી લીધો હતો.સૌજન્ય

LEAVE A REPLY