Proud of Gujarat
FeaturedGujaratINDIA

કલેકટર ઉદિત અગ્રવાલે ગોધરાનાં નહેરૂબાગની પુન:નિર્માણની કામગીરી નિહાળી સલાહસુચનો આપ્યા.

Share

વિજયસિંહ સોલંકી, ગોધરા

પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર ઉદીત અગ્રવાલે નગરપાલિકા, ગોધરાના નહેરૂબાગના પુ:ન નિર્માણ કામોની આજરોજ મુલાકાત લીધી હતી અને સમગ્ર નહેરૂબાગમાં ફરી પુ:ન નિર્માણ કામો અંગે તલસ્પર્શી વિહંગાવલોકન કર્યું હતું. અગ્રવાલે પુ:ન નિર્માણ કામોના નકશાનો પણ ઝીણવટપૂર્વક અભ્યાસ કરી કેટલાક બહુમૂલ્ય સૂચનો પણ કર્યા હતાં. જેમાં મ્યુનિસિપલ બાગના મુખ્ય દરવાજાની રજવાડી ડીઝાઇન કરવા, ઓપન એર જીમ્નેશીયમનું પુરૂષ/સ્ત્રી માટે અલગ આયોજન, ગજીબોનું આયોજન, એમ્પી થીયેટરને રીનોવેશન કરવાનું તથા એમ્પી થીયેટરનો ઉપયોગ પ્રોજેક્ટર પર કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત રોક-ગાર્ડન તથા વોટરફોલ બનાવવાનું, બાળકો માટે વિવિધ રમત-ગમતના સાધનોનું આયોજન, બાગના ફરતે સીતા સાગર તળાવના ફરતે વૉક વે ને સુધારણા કરવાનું, બગીચામાં પ્લાન્ટેશન/લેન્ડ સ્કેપીંગ કરવા, સિનિયર સીટીઝન માટે અલાયદી જગ્યા રાખવા માટે પણ તેમણે જણાવ્યું હતું. બગીચામાં આવતાં મુલાકાતીઓ સંગીતનો આનંદ માણી શકે તે માટે મ્યુઝિક સીસ્ટમ રાખવા સૂચવ્યું હતું. આ ઉપરાંત બાગમાં કાયમી ધોરણે સીક્યુરીટી રાખવા અને સુચન પેટી (Suggestion Box) રાખવા જેવા બહુમૂલ્ય સૂચનો કર્યાં હતાં
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિધ્યાબેન હરવાણી, મુખ્ય અધિકારી એ.આર. પાઠક, બાગ નિર્માણના નોડલ અધિકારી ડે. એન્જીનિયર ભદ્રેશ પંડ્યાએ નગરપાલિકાના વિકાસ કામોમાં ખાસ કરીને મહત્વાકાંક્ષી એવા નહેરૂબાગના પુ:ન નિર્માણમાં વિશેષ રૂચી દાખવવા તથા બહુમૂલ્ય સૂચનો આપવા બદલ જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગર ખાતે વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

સુરત શહેરમાં દિયરના ત્રાસથી કંટાળી ભાભીએ દિયરની કરી નાખી હત્યા.

ProudOfGujarat

જેસરના ચોક ગામે સામાન્ય બાબતે યુવાનની હત્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!