વિજયસિંહ સોલંકી, શહેરા

પંચમહાલના શહેરા પંથકમા લગ્નસરાની મોસમ ખીલી ઉઠી છે.આજથી અખાત્રીજના દિવસે લગ્નોની ભરમારબાદ હવે સિઝન જામી ઉઠશે.ત્યારે શહેરા નગરમાં લગ્નની ખરીદીને લઇ ભારે ભીડ જોવા મળી રહી છે.વેપારીઓ સારી ઘરાકી નીકળતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
પંચમહાલ જિલ્લામાં લગ્નોની સીઝન જામવા માડી છે.આજના અખાત્રીજના દિવસે લગ્નો બાદ હવે લગ્નોની ભરમાર જોવા મળશે.ત્યારે શહેરા પંથકમાં લગ્નસીઝનને લઈ શહેરાનગરમાં ખરીદી કરવા માટે ગ્રામીણપ્રજાઓની ભારે ભીડ જોવા મળી રહી છે.સોનાચાંદીની દુકાનો પર પણ ભારે ભીડ જામી રહી છે.કાપડની દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહીછે.ખાસ તો શહેરા તાલુકામાં કેટલાક સમાજોમાં કપડા વ્યવહાર હોવાથી મોટી સંખ્યામાં કપડા ની ખરીદી કરી હતી. ફર્નિચરની દુકાનો પર દીકરીને કન્યાદાન આપવા તિજોરી,ફ્રિજ,ટીવી,સોફાસેટ,સહિતની ખરીદી કરી હતી.શહેરાનગરમાં સારી ઘરાકી નીકળતા
વેપારીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

LEAVE A REPLY