Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં ૨૦ એપ્રિલે ઉજ્જવલા દિવસની ઉજવણી થશે.

Share

વિજયસિંહ સોલંકી, (ગોધરા)

પ્રેટોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગ રુપે ૨૦ એપ્રિલ ના દિવસે ઉજ્જવલા દિવસ તરીકે ઉજવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.આ દિવસને એક વિશેષ ઉજવણી બનાવવા માટે એલપીજીની સુરક્ષા,તેના ઉપયોગ,અંગે ચર્ચા કરવા માંગે છે.તે દિવસે એલપીજીનુ જોડાણ પણ લાભાર્થીઓને પુરુ પાડવામા આવશે .
પ્રાપ્ત વિગતો અનુસાર ૨૦ એપ્રિલ ૨૦૧૮ ઉજજવલા દિવસ પર ૧૫,૦૦૦ એલપીજી પંચાયત રાખવાનો લક્ષ્યાક છે.જ્યા એલપીજીના સલામત ઉપયોગના હેતુથી અનુભવ વહેચણી ઉપરાંત ગ્રાહકોના પ્રવેશને વધારવા માટે પ્રયત્નો કાયમ કરવામા આવશે. દરેક પંચાયતના ઓછામાં ઓછા ૧૦૦ નવા એલપીજી ની નોંધણી કરવાના લક્ષ્યાક સાથે ૫૦૦ મહિલાઓની ભાગીદારી પણ ધ્યાન અપાશે. એલપીજી પંચાયતનુ લક્ષ્યાક મહિલાઓને એકત્ર કરી તેનો ઉપયોગ અને જાણકારી આપવા,તેમજ આરોગ્ય, પર્યાવરણ, સશક્તિકરણ
જેવા ઘણા લાભોનો સંદેશ ફેલાવાનો છે.એલપીજી પંચાયત દરેક એલપીજી ડીસ્ટ્રીબ્યુટર્સ દ્વારા તેમના વિસ્તારમાં આયોજીત કરવામા આવશે. પંચમહાલ જિલ્લા માટે કુલ નવ એલપીજી પંચાયતો જિલ્લામાં યોજવામા આવશે. ઉજ્જવલા દિવસે મૂખ્ય પ્રવૃતિઓ એલપીજી લાભાર્થીઓના નવા જોડાણનુ વિતરણ,પીએમયુ કેટેગરીની વિગતો,ઉજ્જવલા લાભાર્થીઓના કેવાયસીફોર્મ ઉઘરાવા સહિતનો રહેશે.લોકોમાં એલપીજી અંગે જાગૃતિ લાવવા
વધારે લોકો આ અભિયાનમાં જોડાય અને પંર્યાવરણની કાળજી લેવાય તેમ પંચમહાલ જીલ્લા નોડલ અધિકારી ( પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના)
તરુણ સાધવાણીએ જણાવ્યુ છે.

Advertisement

Share

Related posts

પાલેજ મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા લારી ગલ્લા ધારકોએ સ્વૈચ્છિક રીતે લારી ગલ્લા ખસેડયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં લક્ષણ ધરાવતાં દર્દીઓ માટે અલગથી 108 એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી.

ProudOfGujarat

श्रद्धा कपूर की “स्त्री” रिलीज के पहले दिन ही भारत में कर रही है ट्रेंड!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!