આદત સે મજબુર, ૭૮ વર્ષીય રામભાઇ ‘રામ’નું નામ લેવાના બદલે હવે ‘રમ’ દારૂના વેપારની માળા જપતા હોય તેમ ખાસ ભોંયરૂ તૈયાર કરાવેલઃ નવનિયુકત ડીસીપી નિરજકુમાર બડગુજર ટીમ અમદાવાદના નરોડામાં ત્રાટકીઃ કુવિખ્યાત બુટલેગર સહિત બે કબ્બે

રાજકોટ, તા., ૧૮: અમદાવાદ ઝોન-૪ નાં નાયબ પોલીસ કમિશ્નર પદે નિમાયેલ રાજય પોલીસ કમિશ્નર પદે નિમાયેલા રાજય પોલીસ તંત્રના કાર્યદક્ષ આઇપીએસ નિરજ બડગુજરે સેકટર-રના એડીશ્નલ પોલીસ કમિશ્નર અશોકકુમાર યાદવ  સાથે પરામર્શ કરી પોતાને મળેલ ચોક્કસ બાતમી આધારે એરપોર્ટ બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફ અને કૃષ્ણનગરમાં ફરજ બજાવતાં પોલીસ સ્ટાફને સાથે  રાખી નરોડા વિસ્તારના કુવિખ્યાત બુટલેગર રામભાઇ પટેલના ઘરે ત્રાટકી દારૂ સંતાડવા માટે ખાસ તૈયાર કરેલુ ભોંયરૂ પકડી પાડતા તેમની યશસ્વી કામગીરી બદલ પોલીસ કમિશ્નર તથા એડીશ્નલ પોલીસ કમિશ્નરે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

દારૂના અડ્ડાઓ જડબેસલાક બંધ કરવા માટે કડક સુચનાઓ છતા નરોડાના રામભાઇ પટેલ તેના સાથીઓ દ્વારા પોતાના ઘરના રસોડામાં ખાસ પ્રકારનું ભોંયરૂ તૈયાર કરેલ જેમાં ઈલેક્ટ્રીક સ્વીચ દબાવતાં જ ભોંયરામાં જવાનો રસ્તો  ખુલ્લી જતો તેવી વિસ્તૃત માહીતી ડીસીપી નિરજ બડગુજરને મળતા જ ટીમો ત્રાટકી હતી અને બાતમી મુજબ ભોંયરૂ મળી આવતા ૭૮ વર્ષીય રામભાઇ ‘રામ’નું  નામ લેતા નહિ,પણ  ‘રામ’નું નામ લેતા ઝડપાઇ ગયાનું સાથેની વાતચીતમાં ડીસીપી નિરજ બડગુજરે જણાવ્યું હતું.રસોડાના એક હાઇડ્રોલીક ઇલેકટ્રીક બોર્ડથી જેનું સંચાલન થતું હતુ તેવા ભોંયરાની સ્વીચ દબાવતાં જ તે દરવાજા માફક ખુલ્લી જતું હોવાનું પણ ડીસીપી નિરજ બડગુજરે  સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.કોઇ હિન્દી ફિલ્મમાં દર્શાવાતા ભોંયરા જેવું જ આ ભોંયરૂ જોઇ, પોલીસ પણ આશ્ચર્યચકિત બની હતી. પોલીસ પુછપરછ દરમ્યાન રામભાઇ પટેલે જણાવેલ કે આ ભોંયરૂ તેણે ૧પ દિ’ અગાઉ જ તૈયાર કરાવેલ. લાંબા વર્ષોથી દારૂ વેચવાની ‘ટેવ’ બાદ પોલીસ કડક બનતા જ દારૂ વેંચવા તેમણે આ રસ્તો શોધી કાઢયાનું પોલીસ સમક્ષની કબુલાતમાં જણાવેલ વિશેષ તપાસ ચાલી રહી છે.

પોલીસે મુદામાલ કબજે કરવા સાથે રામભાઇ પટેલ અને સચ્ચિદાનંદ ઉર્ફે અજય શર્માની અટકાયત કરી વિશેષ પુછપરછનો દૌર શરૂ કર્યો છે.

( સૌજન્ય :  અકિલા )

LEAVE A REPLY